તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:જી.કે.માં જ એક વર્ષમાં કોરોનાના 7000થી વધુ દર્દીઓની સારવાર

ભુજ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 15 હજારને ફ્લૂ ઓપીડીમાં સારવાર, સાત હજાર શસ્ત્રક્રિયા

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલને છેલ્લા એક વર્ષથી કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે નિયુક્ત જાહેર કરવામાં આવી છે. ત્યારથી આજ સુધી વર્ષ દરમિયાન કોરોનામાં ક્યારેક પિક(મહત્તમ) આવ્યો તો કેટલાક સમયગાળામાં દર્દીઓ ખૂબ ઓછા જણાયા હતા એવી કોઈપણ પરિસ્થિતિમાં દર્દીઓને સારવાર આપવાનો તબક્કો અવિરત ચાલુ રહ્યો છે.

હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિ.ડો નરેંદ્ર હિરાણીના જણાવ્યા અનુસાર કોરોનાના દર્દીઓના આ ચડાવ-ઉતાર દરમિયાન ગંભીર કહી શકાય તેવા દર્દીથી લઈને ઓછા સંકર્મિત હોય તેવા મળીને કુલ 7000થી વધુ કોરોનાગ્રસ્તોની તબીબો, રેસિ. ડોક્ટર્સ, નર્સ અને બ્રધર્સ મળીને સારવાર આપી હતી. અને એ તબક્કો આજે પણ યથાવત છે. સામાન્યપણે કોરોના અને ફ્લ્યુના દર્દીઓના લક્ષણો સમાન જણાતા હોવાથી કોરોનાના દર્દીઓના ચેપ ન ફેલાય તે માટે એક અલાયદી ફ્લૂ ઓપીડી શરૂ કરવામાં આવી છે.

જેને પણ અંદાજે એક વર્ષ જેટલો સમય થવા આયો છે. અને આ ગાળામાં પંદર હજારથી વધુ ફ્લૂના દર્દીઓને સારવાર આપવામાં આવી છે. ફ્લૂ ઓપીડીમાં સારવાર સાથે રેપિડ ટેસ્ટ પણ કરવાનું શરૂ કરવામાં આવ્યો હતો. જેથી ઝડપથી કોરોનાના દર્દીઓનું નિદાન થઈ શકે જેથી તેઓની સારવાર કરવામાં વિલંબ ન થાય આમ બધી બાજુથી કોરોનાની તપાસ, નિદાન અને સારવાર શરૂ કરવામાં આવી. જી.કે. જનરલ હોસ્પિટલ પ્રથમથી આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે.

તેથી કોરોનાનું સંક્રમણ કચ્છમાં ઓછું હોય તે દરમિયાન ઓપીડીમાં જુદા જુદા વિભાગોમાં દર્દીઓની સારવાર પણ અપાઈ હતી. એ પરિસ્થિતિમાં બે લાખ જેટલા દર્દીઓની સારવાર આપવામાં આવી હતી. દરમિયાન 30 હજારથી વધુ દર્દીઓને ઇંડોર પેશન્ટ તરીકે પણ સુશ્રુષા કરવામાં આવી હતી. આ એડમિટ કરાયેલ દર્દીઓમાથી 3 હજારથી વધુ વિવિધ રોગના દર્દીઓનું ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 7 હજાર માઇનોર કહી શકાય તેવી શસ્ત્રકિયા પણ કરવામાં આવી હતી. એમ ડો હિરાણીએ વધુમાં કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો