તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:કચ્છમાં એકજ વર્ષમાં 189 સર્પ દંશના કેસની સારવાર ભુજની જી.કે.માં કારગર નીવડી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગયા ઑક્ટોમબરમાં એક જ માસમાં કુલ 42 કેસ સામે આવ્યા હતા

ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ સરકારી હોસ્પિટલમાં કોરોનાકાળ વચ્ચે વિતેલા એક વર્ષ દરમિયાન જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાથી સરેરાશ પ્રતિ બીજા દિવસે એક સર્પદંશના કેસની સારવાર આપવામાં આવી હતી. અને તમામને ઝેરમુક્ત કરવામાં આવ્યા હોવાનું હોસ્પિટલના ઈમરજન્સી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

સર્પદંશના મામલા સાથે જ કોઈપણ કેસ ઇમરજન્સીમાં ફેરવાઇ જાય છે. એટ્લે મોટાભાગે ઈમરજન્સી સારવાર જ આપવામાં આવે છે. એ પ્રકારે ગયા વર્ષે 12 મહિનામાં કુલ 189 કેસો સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં મહિલા પુરુષ ઉપરાંત બે વર્ષના એક માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે.

સામાન્ય રીતે આવા કેસ મે થી ઑક્ટો. સુધી ખાસ જોવા મળે છે. તેમાય જૂન પછી તેનું પ્રમાણ વધુ જોવા મળે છે. જૂનથી ઑક્ટો સુધી વાતાવરણમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધુ હોતા સર્પદંશનું પ્રમાણ વધુ જોવા મળે છે. ગયા ઑક્ટોમબરમાં એક જ માસમાં કુલ 42 કેસ સામે આવ્યા હતા. સરેરાશ ડિસેમ્બરથી એપ્રિલ મહિના સુધી આ બાબતે રાહત જોવા મળી હતી.

સર્પદંશની સારવાર અંગે તબીબોએ જણાવ્યુ હતું કે, સાપ ભલે અતિશય ઝેરી હોય કે ન હોય સ્નેક એન્ટિ વેનમ નામનું ઈંજેકશન ખૂબ જ અસરકારક હોય છે. દવા શરીરમાં પહોચતા જ ઝેરની અસરને નાબૂદ કરી નાખે છે. તેમ છતા જે ઝેરથી વ્યાપકતા વધુ હોય તો દર્દીને ICUમાં પણ રાખવામા આવે છે.

તબીબોએ સર્પદંશના મામલમાં જણાવ્યુ હતું કે, કોઈ ઘરેલુ સારવાર કે અંધશ્રધ્ધામાં આવ્યા વગર તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક સાધવો જોઈએ. દરેક સાપ ઝેરી નથી હોતા છતા ગંભીરતા તો લેવી જ જોઈએ. ઘણીવાર હાનિરહિત સર્પ કરડવાથી દુષ્પરિણામ આવી શકે છે. સર્પદંશના કિસ્સામાં પેટદર્દ અને ઉલ્ટી થાય છે. ત્યારે કેટલીકવાર પેટના ઘરગથ્થુ ઈલાજ કરાય છે. આવું કરવાને બદલે હોસ્પિટલ જવું હિતાવહ રહે છે.

સર્પદંશના લક્ષણો અંગે તબીબોએ કહ્યું કે, કરડવાના સ્થાને ખૂબ દર્દ એ સ્થાને સોજો આવવો, એ સ્થળની આસપાસ ક્યારેક ચામડીનો રંગ બદલાઈ જવો, દર્દીને ઊંઘ આવવા લાગે, અને ઘણીવાર ચક્કર માથાનો દૂ;ખાવો પણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...