રાહત:મલેશિયામાં ફસાયેલાે નેત્રાનો યુવાન સરકારની મદદથી વતન પરત ફર્યો

નેત્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવો પાસપોર્ટ ઇશ્યુ થતા વતન પહોંચેલા યુવકને ભેટીને પરિવારે રાહત અનુભવી

નોકરી માટે મલેશિયા ગયેલા નેત્રાના યુવકનો પાસપોર્ટ ગુમ થઈ જતા તે અટવાઈ ગયો હતો,જે અંગે સાંસદે ગત મહીને વિદેશમંત્રીને પત્ર લખી રજૂઆત કરતા આ યુવાનનો નવો પાસપોર્ટ ઇશ્યુ થતા પરત સ્વદેશ આવી પહોંચ્યો હતો. નખત્રાણા તાલુકાના નેત્રા ગામે રહેતો યુવાન હકીમ ગનીભાઈ કાઠી મલેશીયા ખાતે પ્રાઇવેટ કંપનીમાં મજૂરી અર્થે ગયો હતો પણ છ મહિના અગાઉ તેનો પાસપોર્ટ ગુમ જતા ભારત પરત આવવા માટે પરવાનગી મળતી ન હતી. જેના કારણે ગામમાં રહેતો પરિવાર પણ ચિંતાતુર બની ગયો હતો.

આ બાબતે પરિવારજનોએ કરછ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી અને નેત્રાના ગુલામહુસેન બારાચનો સંપર્ક કરી સમસ્યા જણાવતા તેઓ દ્વારા યુવા સાંસદ વિનોદભાઇ ચાવડાને લેખીતમાં રજુઆત કરવામાં આવી હતી,સાંસદે પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક વિદેશમંત્રી એસ.જયશંકરને પત્ર લખી હકીમને નવો પાસપોર્ટ બનાવી આપવા અને તેને સ્વદેશ પરત લઈ આવવાની રજૂઆત કરી હતી.જેથી વિવિધ સ્તરના પ્રયાસો બાદ યુવક પરત વતનમાં આવી પહોંચ્યો હતો.જેથી પરિવારજનોએ ભારત સરકાર અને સાંસદ વિનોદભાઇ ચાવડા,ગુલામ હુસેન બારાચનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...