તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવાસીઓમાં વધારો:ભુજથી ઉપડતી ટ્રેનોમાં મુસાફરોનો વધારો થયો, બુકિંગ 50 ટકા પહોંચ્યુ

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇના પ્રવાસીઓ 15 ટકા ઘટ્યા હતા હવે કોરોના ઘટ્યો ટ્રાફિક વધ્યો
  • રેલવે સ્ટેશને RT-PCR ટેસ્ટ- સ્ક્રિનિંગની કામગીરી પણ ચાલુ

હાલ કોરોનાની બીજી લહેર શાંત પડી ગઇ છે અને ધીમે ધીમે માનવજીવન રોજીંદુ બની રહ્યુ છે ત્યારે ભુજ રેલવે સ્ટેશનેથી ઉપડતી ટ્રેનોમાં મુસાફરોનો પ્રવાહ બે મહિના કરતા વધ્યો છે. બે મહિના સુધી ટ્રેનોમાં બુકિંગ અોછુ હતુ. જો કે હવે 50 ટકા જેટલુ બુકિંગ ભુજથી રવાના થતી ટ્રેનોમાં થાય છે. તો રેલવે સ્ટેશને આર.ટી.પી.સી.આર. ટેસ્ટની ચકાસણી પણ કરવામાં અાવી રહી છે.

છેલ્લા બે માસથી કોરોનાની બીજી લહેરે ભારે અફરા તફરી મચાવી હતી, જો કે છેલ્લા થોડાક દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે અને સરકાર તરફથી છુટછાટ અાપવાની શરૂઅાત થઇ ગઇ છે. બે માસ સુધી ભુજથી રવાના થતી ટ્રેનોમાં પ્રવાસીઅોનો ઘટાડો થયો હતો. કામ-ધંધા અને રોજગાર બંધ હોવાથી અાવન જવાન ઘટી હતી, તો અા વેકેશનની સિઝનમાં શાળાઅો તો બંધ જ હોવાના કારણે પ્રવાસન પર ભારે અસર પડી હતી.

રેલવે સ્ટેશનના માસ્તર કે. કે. શર્માએ જણાવ્યું હતું કે, કોવીડ 19ની પરીસ્થિતિને કારણે રેલવે મુસાફરોમાં ઘટાડો થયો હતો, જો કે હાલ ભુજથી રવાના થતી ટ્રેનોમાં 50 ટકા જેટલુ બુકિંગ થાય છે. રેલવે સ્ટેશને અાર.ટી.પી.સી.અાર. કોવીડ ટેસ્ટ તેમજ સ્ક્રિનિંગ પણ કરવામાં અાવતુ હોવાની વાત તેમણે ઉમેરી હતી.

વેપાર-ધંધા ખુલતા પ્રવાસીઓમાં વધારો થયો
છેલ્લા બે માસથી વેપાર-ધંધા, કંપનીઅો, ઉદ્યોગો તમામ બંધ હતા. કોરોનાના કેસોમાં ઘટાડો થતા સરકાર તરફથી છુટછાટ અાપવામાં અાવી છે. મોટા શહેરોમાં લોકડાઉનમાં પણ રાહત અપાઇ છે. અામ, વેપાર-ધંધા અને કંપની તેમજ ઉદ્યોગો ધમધમી ગયા છે ત્યારે પ્રવાસીઅોમાં વધારો થયો છે. બીજી તરફ, ભુજ-મુંબઇની ફલાઇટ છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાથી હવાઇ મુસાફરી કરતા પ્રવાસીઅો પણ ટ્રેન તરફ વળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...