તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તહેવારની ભેટ:કચ્છથી મુંબઇ વાયા પાલનપુર ટ્રેન શરૂ થશે

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પર્યુષણ પર્વ નિમિતે મુંબઇથી પાલિતાણાની ટ્રેનનો પણ આરંભ, કાલથી બુકિંગ કરી શકાશે

તહેવારો ટાંકણે પશ્ચિમ રેલવે તંત્ર તરફથી પ્રવાસીઓની સુવિધામાં વધારો કરી રહી છે, ટુંક સમયમાં કચ્છ થી મુંબઇ વાયા પાલનપુર ટ્રેન શરૂ કરવામાં આવશે તો હાલ પર્યુષણ પર્વ નિમિતે મુંબઇથી પાલિતાણાની ટ્રેન શરુ કરવામાં આવી છે જેમાં કાલથી બુકિંગ કરી શકાશે.

કચ્છ પ્રવાસી સંઘ તરફથી કાર્તિકી પૂનમ નિમિત્તે સ્પેશ્યલ ટ્રેન દોડાવવા માટે આવેદન પત્ર સુપ્રત કરેલ છે, જે માટે વેસ્ટર્ન રેલ્વેએ સકારાત્મક અભિગમ દાખવેલ છે અને ટુંક સમયમાં મુંબઇથી કચ્છ ( વાયા પાલનપુર)ની ટ્રેન શરૂ થશે. દિવાળી- કાર્તિક પૂર્ણિમા નાં પ્રવાસીઓ ધ્યાન રાખી સુવિધામાં વધારો કરાયો છે તેવું નિલેશ શ્યામ શાહની યાદીમાં જણાવાયું છે.

બીજી તરફ પર્યુષણ પર્વ નિમિત્તે વેસ્ટર્ન રેલ્વે દ્વારા પાલીતાણા માટે સ્પેશ્યલ ટ્રેનનું આયોજન કરાયું છે. મંગળવાર તા.31-8નાં ટ્રેન નં. 09005 બાંદ્રા ટર્મિનસ થી સાંજે 4.45 વાગ્યે ઉપડી અને બીજા દિવસે બુધવાર તા.1-9 સવારે 5.50 વાગ્યે પાલીતાણા પહોચશે. બુધવાર તા. 1-9 ટ્રેન નં. 09006 રાતનાં 8 વાગ્યે પાલીતાણાથી ઉપડી ગુરુવારે તા. 2/9નાં પહોંચશે. આ ટ્રેન દર અઠવાડિયે કાર્યરત રહેશે. આ ટ્રેનનું બુકીંગ તા. 30/8 થી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...