તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ગુંદાલા હાઇવે પર ટ્રેઇલરનું ટાયર ફાટ્યું: ચાલકને ઇજા

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંદરા તાલુકાના ગુંદાલા નજીક કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણા ભરી મુંદરા પોર્ટ તરફ આવી રહ્યું હતું ત્યારે ગુંદાલા પાસે ટાયર ફાટતા ડ્રાઇવરે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને પુલ પરથી નીચે ખાબકયું હતું. જૈન ટ્રેલર સર્વિસના બ્રાન્ચ મેનેજર સંદીપ યાદવ (રહે. મુંદરા) વાળાએ મુંદરા પોલીસ મથકે નોંધાવેલી વિગતો મુજબ, જીજે 12 બીડબ્લ્યુ 0769 વાળુ ટ્રેઇલર લઇને હરજીતસિંહ શીખ મુંદરા પોર્ટ પર આવતો હતો, ટ્રેઇલર બેદરકારી પૂર્વક ચલાવતા આગળનો ટાયર ફાટી જતા સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી ગુંદાલા સનસીટી કંપનીની સામે પુલ પરથી નીચે પલટી જતા ડ્રાઇવરને ઇજાઓ પહોચી હતી. સારવાર માટે મુંદરાની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...