તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’:કચ્છમાં શૂટ થયેલી ‘ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’નું ટ્રેલર રિલીઝ

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મૈં જીતા હૂં મરને કે લિયે, મેરા નામ હૈ સિપાહી
  • જબરજસ્ત એક્શન, સંવાદો તથા ફાઇટ સીન્સ

ચાહકો જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે તે અજય દેવગણ સહિત મલ્ટિસ્ટારર અને કચ્છમાં શૂટ થયેલી સત્ય ઘટના અાધિર ફિલ્મ ભુજ- ધ પ્રાઇડ અોફ ઇન્ડિયાનું ટિઝર બાદ સોમવારે ટ્રેલર રિલીઝ કરાયુ હતુ. જેમા શાનદાર સ્પેશિયલ ઇફેક્ટ્ની સાથે દમદાર ડાયલોગ્સ જોવા મળ્યા હતા.

અા ટ્રેલર ખૂદ અજય દેવગણે જ સોશિયલ મીડિયા પર રિલીજ કરતા જણાવ્યું હતું કે ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’નું ટ્રેલર રિલીઝ કર્યું છે. ‘જ્યારે બહાદુરી તમારું કવચ બની જાય તો દરેક ડગલું તમને જીત તરફ લઈ જાય છે. અત્યાર સુધીના સૌથી મોટા યુદ્ધની વણકહેલી વાતનો અનુભવ કરો.

ટ્રેલરની શરૂઆતમાં ભુજ એરપોર્ટ પર એરસ્ટ્રાઇક થાય છે. ફિલ્મમાં સોનાક્ષીનો અલગ જ અંદાજ જોવા મળે છે. તે એક્શન કરે છે. ટ્રેલરમાં જબરજસ્ત એક્શન, શાનદાર સંવાદો તથા ફાઇટ સીન્સ છે. દરેક પાત્રે દમદાર પર્ફોર્મન્સ આપ્યું છે. મિસાઇલ લૉન્ચથી લઈને વૉરશિપ પર હુમલા સુધી, ફિલ્મમાં ઘણી જ એક્શન સીક્વન્સ જોવા મળે છે. નોંધનીય છે કે અેરોપર્ટના સીન માંડવીના કાઠડા અેરટ્રીપ પર શૂટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...