તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Trailer Overturned Near Surajbari, The Entrance Of Kutch. M. A Long Traffic Jam Ensued, And Traffic Resumed Hours Later

હાલાકી:કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી પાસે ટ્રેલર પલ્ટી જતા 10 કી. મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો, કલાકો બાદ વાહનવ્યવહાર પૂર્વવત થયો

ભુજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાખીયાળી માલિયા ધોરીમાર્ગ પર અકસ્માતના પગલે ફરી ટ્રાફિકજામ સર્જાયો

કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતા ધોરીમાર્ગ પર આજે મંગળવારે બપોરે એક મહાકાય કન્ટેન્ટર ટ્રેઇલર અકસ્માતે રોડ ઉપર પલ્ટી મારી જતા અંદાજિત 5 થી 6 કી. મી. લાંબો ટ્રાફિક સર્જાયો છે. જેના કારણે કચ્છમાં આવાગમન કરતા સેંકડો વાહનો માર્ગ બાધિત થતા અટવાઈ પડ્યા હતા. જે કલાકો બાદ દૂર કરતા વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો.

અકસ્માતના પગલે સર્જાયેલા ટ્રાફિકજામના પગલે અનેક પરિવહન કરતા વાહનો સાથે ખાનગી વાહનો અને એસ.ટી. બસો અટવાઈ પડી હતી. ટ્રાફિકજામની જાણ સમાખીયાળી પોલીસને કરતા ટ્રાફિક પૂર્વવત કરાવવા સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામા આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આજ સ્થળે પહેલા પણ બ્રીજ નજીક સમારકામના લીધે અવાર નવાર ટ્રાફિકજામની સમસ્યા રહેતી હતી, ત્યારે આજે ફરી ટ્રાફિક મુશ્કેલી સર્જાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે.

દરમિયાન કચ્છ તરફ પ્રવેશ માટેનો માર્ગ સમાખીયાળી પોલોસ સ્ટાફ દ્વારા હાલ પૂર્વવત કરાવાયો છે. સુરજબારી બ્રિજ પર પલ્ટી મારી ગયેલા ટ્રેલરને ક્રેન દ્વારા દૂર ખસેડી આ માર્ગ ચાલુ કરી દેવાતા હવે વાહનો નિયત સ્થળે જવા ધીમી ગતિ સાથે રવાના થયાનું સમાખીયાળી પોલીસના હેડ કોન્ટેબલ દાદુભાઈ વૈધે જણાવ્યું હતું. પરંતુ માળીયા તરફના માર્ગે હજુ વાહનો આગળ વધી શક્યા નથી.

આજના ટ્રાફિકજામના પગલે બંને તરફ અંદાજિત 10 કી. મી. લાંબો તરફી સર્જાયો હતો. જેમાં કોરોના બાદ ફરી શરૂ થયેલા પ્રવાસી વર્ગ સાથે અનેક લોકોના મહામુલા માનવ સમયનો વ્યય થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...