તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ગાંધીધામમાં રોડની બાજુમાં સુતેલા માસૂમ બાળક પર કાર ચડી જતા કરુણ મોત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેરી કરતા પિતાએ દોઢ વર્ષના માસુમને રોડની બાજુમાં સુવડાવ્યો હતો

પંચરંગી શહેર ગાંધીધામમાં જીવલેણ અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. તેમ આજે પણ ગફળતભરી રીતે ચાલતી કાર તળે એક દોઢ વર્ષના ભારત નામના માસુમનો જીવન દીપ બુઝાઈ ગયો હતો.

પોલીસ તંત્ર દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર શહેરના રામલીલા મેદાન નજીક રોડની બાજુમાં ફેરી દ્વારા રોજગાર ચલાવતા પિતાએ દોઢ વર્ષના પુત્ર ભારતને જમીન પર સુવડાવ્યો હતો. આ દરમ્યાન અંજારના કાર ચાલક રમેશ નારણ સોરઠીયાએ પોતાના કબ્જાની કાર ન. જીજે12 ડીએમ 8124 ને પુર ઝડપે ગફલત ભરી રીતે ચલાવી સુતેલા માસૂમ બાળક પર ચડાવી દીધી હતી, જેમાં બાળકને બન્ને પગ સહિત શરીરના ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...