હાલાકી:રવાપરથી નિકળતી લિગ્નાઇટ ભરેલી ટ્રકો થકી હાઇવે પર ટ્રાફિક જામ

રવાપર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ ડાયવર્ટ કરતા માતાના મઢ જતા પદયાત્રી, વાહન ચાલકોને પડતી મુશ્કેલી
  • નેત્રા સિંગલપટ્ટી માર્ગે મોટા વાહનોને સામસામે પસાર થવામાં હાલાકી

નવરાત્રિમાં આશાપુરાના દર્શનાર્થે જતા પદયાત્રીઅોને લઇને માતાના મઢનો માર્ગ ભારેખમ વાહનો માટે ડાયવર્ટ કરાયો છે અને નેત્રા તરફનો માર્ગ સિંગલપટ્ટી હોઇ ભારે વાહનોને સામસામે પસાર થવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે ગુરુવારે ટ્રાફિક જામ થયો હતો. ગુરુવારના સવારે 11 કલાકે માતાના મઢ ખાણમાંથી લિગ્નાઇટ ભરીને મોરબી તરફ જતી 200થી વધુ ટ્રકોના કારણે ટ્રાફિક જામ થયો હતો. ઢંગધડા વગરના નિયમોના કારણે રવાપર પોઇન્ટ પોલીસ અને જીઅારડીવાળાને મળેલા અાદેશ મુજબ ટ્રકોને રવાપરથી વાયા નેત્રા તરફ સીધા નિકળવાની હોવાથી ટ્રક ચાલકો મુંઝાયા છે.

વાહન ચાલકોને ટોડિયા ફાટકથી નેત્રા-રવાપર જવાનું હોવાથી અા સિંગલપટ્ટી માર્ગે ભારેખમ વાહનોને સામસામે પસાર થવામાં મુશ્કેલી પડે છે. વધુમાં અા માર્ગેથી પદયાત્રીઅોનો પ્રવાહ ચાલુ છે ત્યારે ભાવિકોને પણ હાલાકી ભોગવવી પડે છે. ખિરસરા નજીક લિગ્નાઇટ ભરેલી ટ્રક ફસાઇ જતાં પાછળથી બીજી ટ્રક કાઢવા જતાં તે પણ ફસાઇ ગઇ હતી, જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. ત્યારબાદ ટ્રકો ફરી રવાપર થઇને નખત્રાણા હાઇવે પરથી લઇ જવાની નોબત અાવી હતી.

ટ્રાફિક જામના કારણે માતાના મઢ તરફ અાવતી 108 ઇમરજન્સી અેમ્બ્યુલન્સ સેવાને પણ નીકળવામાં મુશ્કેલી પડી હતી. જો કે, અેક વ્યક્તિ અાગળ અાવી અેમ્બ્યુલન્સ માટે જગ્યા કરી અાપી હતી. બપોરે 2 વાગ્યા બાદ નખત્રાણાથી જવાની છૂટ મળતાં ટ્રાફિક હળવો થયો હતો.નાગવીરીના રમેશ ભાદાણીઅે જણાવ્યું હતું કે, ખિરસરા પાસે ફસાયેલી ટ્રક જેસેબી જેવા સાધનો વડે બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ હતી પરંતુ સાંજે 7 વાગ્યા સુધી તેમાં સફળતા મળી ન હતી અને ભારે વાહનો ટોડીયા -નેત્રા-લક્ષ્મીપર-નવાવાસ થઈ ખાણ તરફ જઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...