તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્ર સરકારની જાહેરાતથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર આવતા તમામ ટોલટેક્સ કેસલેસ થઈ ગયા છે. 15મી રાતના 12 વાગ્યાથી વાહનચાલકોમાં ભારે કકળાટ સાથે ભારે નારાજગી જોવા મળી હતી. કચ્છના ત્રણ ટોક પ્લાઝા પર પ્રથમ દિવસે ફાસ્ટેગ વગરના વાહનો પાસેથી ડબલ ટોલ વસુલાત થતા ટ્રાફિક જામ થયો હતો. કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી સામખીયારી માખેલ ટોલ પ્લાઝા પર 15મી રાતે બાર વાગ્યાથી કેસલેસ શરૂ કરી દેવાતા આખો દિવસ ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. અને ફાસ્ટેગ વગરના વાહનો પાસેથી ડબલ ટોલ વસૂલાયો હતો. વાહનચાલકોએ ડબલ ટોલ વસૂલવાનો ઇનકાર કરી વાહનો બંધ કરી દેતા ટ્રાફિકની લાઈનો લાગી હતી અને પોલીસ બોલાવવી પડી હતી.
સામખિયાળી : 2400 વાહનો ડબલ ટેક્સ ચુકવ્યો, 200 નવા ફાસટેગ ઇસ્યુ કરાયા
સામખિયાળી ટોલ પ્લાઝા મેનેજર પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે ૧૫મી રાતના ૧૨ વાગ્યાથી ૧૬મીના સાંજે ચાર વાગ્યા સુધી ફાસ્ટેગ વગરના ૨૪૦૦ વાહન નીકળ્યા હતા તેમની પાસેથી કેન્દ્ર સરકારના નિયમ મુજબ ડબલ ટેક્સ વસુલવામાં આવ્યો હતો અને મીડીયમ ટ્રાફિક જામ થયો હતો જેના કારણે પોલીસ બોલવાનો વારો આવ્યો છે. બે ચાર દિવસમાં લોકોમાં જાગૃતિ આવશે એટલે બધું સામાન્ય થઈ જશે. તો ૨૦૦ નવા ફાસ્ટેગ ઇસ્યુ કરાયા હતા.
સુરજબારી : 2100 વાહનો ડબલ ટેક્સ ચુકવ્યો, 100 નવા ફાસટેગ ઇસ્યુ કરાયા
સુરજબારી ટોલના મેનેજર ઉત્તમ સીંગ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ૧૫મી રાતના ૧૨ વાગ્યાથી ૧૬મીના ચાર વાગ્યા સુધી વગરના 2100 વાહનો નીકળ્યા હતા તેમની પાસેથી કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ ડબલ ટોલ વસૂલવામાં આવ્યો હતો. અમુક વાહનો ડબલ ટોલ આપવાનો ઇનકાર કરી પોતાના વાહનો બંધ કરી દેતા હતા વાહનોની કતાર લાગી જવાને કારણે ટ્રાફિક કર્યો હતો અને પોલીસને બોલાવવાની ફરજ પડતી હતી તો ટોલ પ્લાઝા પર ૧૦૦ જેટલા નવા ફાસ્ટ લગાવવામાં આવ્યા હતા.
માખેલ : 159 વાહનો ડબલ ટોલ ચુકવ્યો, 42 નવા ફાસ્ટેગ લગાવાયા
માખેલ ટોલ પ્લાઝા પર ૧૬ કલાકના સમયગાળા દરમિયાન ફક્ત 159 વાહનો પાસેથી ડબલ ટોલ ટેક્સ વસુલવામાં આવ્યો હતો બાકીના મોટા ભાગના વાહનમાં ફાસટેક લાગેલા હતા, તો નવા 42 ફાસ્ટેગ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.
ત્રણેય ટોલ પ્લાઝા પર પોલીસે ટ્રાફિક હળવો કરાવ્યો
કચ્છ પ્રવેશદ્વારમાં આવેલા ત્રણ ટોલનાકે ટ્રાફિક અને વાહન ચાલકોએ ડબલ ટોલ આપવાનો ઇનકાર કરી દેતાં ટોલ કંપનીઓને પોલીસે બોલાવવાની ફરજ પડી હતી. ફાસ્ટેગ વગરના વાહનોની પાછળ ફાસ્ટેગ લાગેલા હોય તેવા વાહનો અટકી જતા હેરાનગતિ થઈ હતી. આ નિયમ વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી છે
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.