તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિકજામની સમસ્યા:મથલ-કોટડા(જ) માર્ગે ટ્રેઇલર આડું ઉભી જતાં કલાકો સુધી ટ્રાફિકજામ

રવાપર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારથી મોડી સાંજ સુધી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

નખત્રાણા તાલુકાના મથલ અને કોટડા (જ) માર્ગે સવારના ભાગે ચાલકે કોઈ કારણસર કાબુ ગુમાવતા ટ્રેઈલર રસ્તા વચ્ચે ઉભુ રહેતા વાહન ચાલકોને એક બાજુના રસ્તેથી વાહનો હંકારવા પડ્યા હતા. સાંજે ક્રેઇન વડે ટ્રેઇલરને હટાવાયું હતું ત્યાં સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી.

આ અંગે મળતી વિગતો મુજબ ટ્રેઇલરના ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં આગળનો ભાગ રોડની સાઇડમાં ઉતરી ગયો હતો. ટ્રેઇલર માર્ગ વચ્ચે ઉભું રહી જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો અને એક જ માર્ગે અવર-જવર કરતાં વાહનો ક્યારેક સામ સામે આવી જતાં ટ્રાફિક જામ થયો હતો જેને પગલે રસ્તાની બંને બાજુ વાહનોના થપ્પા લાગ્યા હતા. અમુક એસટી બસ અને ખાનગી વાહનો મથલથી ખંભલા થઇ નખત્રાણા પહોંચ્યા હતા. રાત્રે 8 વાગ્યાના અરસામા ક્રેઇનની મદદથી ટ્રેઇલરને રસ્તા પરથી દૂર હટાવાયું હતું. આ બનાવમાં સદ્દભાગ્યે કોઇ જાન હાનિ થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...