તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી-માળિયા વચ્ચે માર્ગના સમારકામના કારણે ત્રીજા દિવસે ટ્રાફિકજામ યથાવત

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લઈ ટ્રાફિક પૂર્વવત થવા અધિકારીઓને સૂચના આપી
  • મણિયા અને સામખીયાળી પોલીસ ટ્રાફિક નિયંત્રણ માટે ધોરીમાર્ગ પર તહેનાત

કચ્છની હદ પૂર્ણ થતાંજ માળિયા તાલુકાના હરિપર ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ન. 27ને અડીને પસાર થતી રેલવે લાઇનના બ્રિજની દીવાલ ધસી પડતા તેના સમારકામની કામગીરીની અસર કચ્છમાં આવાગમન કરતા વાહન વ્યવહાર પર પડી રહી છે. સમારકામના કાર્યથી ટ્રાફિકજામની વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે જે ત્રણ દિવસથી આજ શુક્રવાર સુધી યથાવત રહેવા પામી છે જેના કારણે કચ્છથી સૌરાષ્ટ્ર બાજુ જતા નાના મોટા વાહનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ત્રણ દિવસથી ઉદભવેલી ટ્રાફિકજામની પરિસ્થિતિના કારણે માળિયા પોલીસ દ્વારા કચ્છના ભારે વાહનો માટે વાયા આડેસર માર્ગે જવા એક પ્રેસનોટ સૂચના બહાર પાડવામાં આવી છે.

દરમ્યાન કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને આ વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ટ્રાફિકજામ મુદ્દે અસરગ્રસ્ત હરિપર સ્થળની રૂબરૂ મુલાકાત લઈ માહિતી મેળવી હતી અને સુરજબારી ટોલ પ્લાઝના અધિકારી તથા રેલવે વિભાગના જવાબદાર સાથે વાતચીત બાદ ટ્રાફિક વહેલાસર રાબેતા મુજબ કરવા સમારકામની પ્રક્રિયામાં ઝડપ લાવવા સૂચના આપવામાં આવી હોવાનું કહ્યું હતું.અલબત્ત આજે હરિપર નજીક મણિયા પોલોસની ત્રણ મોબાઈલ વેન અને સામખીયાળી પોલોસની એક ગાડી સ્થળ પર રહી ટ્રાફિક સમસ્યા હલ કરવા ફરજ બજાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...