તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિકની સમસ્યા:કચ્છના પ્રવેશદ્વાર પર ફરી ટ્રાફિકજામ, 5 કિ.મી.નું અંતર કાપતા દોઢ કલાક લાગ્યા !

સામખિયાળી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
સોમવારે સવારે ફરી અંદાજે 5 કિમી ટ્રાફિક જામ સર્જાયો હતો. - Divya Bhaskar
સોમવારે સવારે ફરી અંદાજે 5 કિમી ટ્રાફિક જામ સર્જાયો હતો.

અહીં રાષ્ટ્રીય ધોરી માર્ગ પર બેદરકારી પૂર્વક થઇ રહેલા કામો અને અણધડ આયોજનના લીધે છેલ્લા 15 દિવસથી રોજે-રોજ ટ્રાફિક જામ થઇ રહ્યો છે. સોમવારે સવારે ફરી અંદાજે 5 કિમી ટ્રાફિક જામ સર્જાયો હતો. સુરજબારી બ્રિજથી હરીપર ગોલાઇ સુધીના માત્ર 5 કિમી અંતર કાપવામાં વાહન ચાલકોને દોઢથી બે કલાકનો સમય ચાલ્યો ગયો હતો. આ હાઇવે પર છેલ્લા 15 દિવસ થી ટ્રાફિકની સમસ્યા છે, છતાં ટોલ ઉઘરાવતી કંપની ગંભીર બનતી નથી. રોડ બનાવતી વખતે કોન્ટ્રાક્ટર કંપની આડેધડ બેરીયર રાખી દેતા અને ટ્રાફિકનું યોગ્ય મેનેજમેન્ટના થતાં વારંવાર ટ્રાફિક જામ થાય છે. તેવામાં ક્યારેક રોડ પર ભારે વાહનો બંધ થઇ જતાં સમસ્યા વિકરાળ બની રહી છે. ચોંકાવનારી વાત એ છે કે ટ્રાફિકના કારણે સામખિયાળીથી મોરબી વચ્ચેનો અંતર કાપતા પણ ત્રણ કલાક લાગે છે ! અનેક વખતે ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઇ જાય છે.

ટ્રાફિકના કારણે સામખિયાળીથી મોરબી વચ્ચેનો અંતર કાપતા પણ ત્રણ કલાક લાગે છ
ટ્રાફિકના કારણે સામખિયાળીથી મોરબી વચ્ચેનો અંતર કાપતા પણ ત્રણ કલાક લાગે છ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો