અકસ્માત:ભુજની ખારી નદીમાં 70 ફૂટ ઊપરથી ટ્રેકટર ખાબક્યું, સદનસીબે જાનહાનિ ટળી

ભુજએક વર્ષ પહેલા
પુલ પરથી ટ્રેકટર ખાબક્યું, ચાલકનો બચાવ
  • ક્રેઈનની મદદથી ટ્રેકટર બહાર કાઢવામા આવ્યું

ભુજની પ્રાચીન એવી ખારી નદીમાં આજે સવારે કોકડી રોડ પર પુલ પરથી એક ટ્રેકટર ખાબકતા લોકોના ટોળા એકઠા થયા હતા.

ભુજ કોડકી રોડ પર નવા બનેલા બ્રિજ પરથી ટ્રેકટરચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે જ અકસ્માતે ટ્રેકટર નદીમાં ખાબક્યું હતું. અકસ્માતની ઘટનામાં સદનસીબે ચાલકનો બચાવ થયો હતો.

નદીમાં ખાબકેલા ટ્રેકટરને ક્રેઈનની મદદથી બહાર કઢાયું હતું. આ સમયે લોકોના ટોળા એકઠા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...