હાલાકી:પાલનપુર પાસે માંડવી આવતી ST બંધ પડતા પ્રવાસીઓ રઝળ્યા

નાના અંગિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠંડીમાં હાઇવે રોડ પર દોઢથી બે કલાક વિતાવવા પડ્યા

લાંબા રૂટની એસ.ટી.બસોને પૂર્ણ ચકાસણી વગર જ રસ્તા પર દોડાવતી હોવાની રાવ વચ્ચે અંબાજી - માંડવી ખોટકાઈ જતાં માંડવી તરફ આવતા પ્રવાસીઓ પરેશાન થયા હતા. નવા વર્ષની ઉજવણી માટે રાજસ્થાન તરફ ગયેલા કચ્છના કેટલાક પ્રવાસીઓને એસ.ટી.બસની યાંત્રિક ખામીને કારણે રવિવારે રાત્રે કડકડતી ઠંડીમાં હાઇવે રોડ પર દોઢ થી બે કલાક રસ્તા પર વિતાવવા પડ્યા હતા.

અંબાજીથી માંડવી સ્લીપર બસમાં રવિવારે પાલનપુર વટાવ્યા બાદ, યાંત્રિક ખામી સર્જાતા હાઇવે પર બસના પૈડા થંભી ગયા હતા. ત્યાર બાદ યાંત્રિક ખામી દૂર કરવામાં આવતા એસ.ટી. બસ આગળ વધી હતી. કેટલાક પેસેન્જરોએ જણાવ્યું હતું કે, બસની અમુક બારી સજ્જડ રીતે બંધ થતી ન હોવાથી રાતે સુસવાટા મારતા પવનના કારણે મુસાફરોને સીટ પર થર થર કાંપતા બેસવું પડ્યું હતું. વિવિધ ખામીઓના કારણે એસ.ટી. બસમાં અસુવિધાઓ થતી હોય છે. લાંબા અંતરની બસોમાં પૂરતી સુવિધાઓ સાથે ચકાસણી કર્યા બાદ જ મોકલવામાં આવે તે જરૂરી છે. ખાનગી બસો ની સ્પર્ધા માં ટકવું હોય તો એસ.ટી.તંત્રે તકેદારી રાખવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...