તપાસમાં ઘટસ્ફોટ:મુંબઇમાં ટેક્સી-ડ્રાઇવરને બહુમાળી એન્ટિલિયાની પૂછપરછ કરનારા પ્રવાસીઓ કચ્છના નીકળ્યા

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એન્ટિલિયાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
એન્ટિલિયાની ફાઇલ તસવીર.
  • મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમે ઉર્દૂમાં વાત કરતા બે શકમંદો અંગે પૂછપરછ કરી
  • સચિન વઝે કેસમાં પણ ભુજ અને વાગડના બુકીનું કનેકશન બહાર આવ્યું હતું

દક્ષિણ મુંબઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના બહુમાળી એન્ટિલિયા નિવાસસ્થાનનું સરનામું બે શકમંદ દ્વારા પૂછવામાં આવ્યું એવી ટેક્સી-ડ્રાઈવરે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં સુરક્ષામાં વધારો કરાયો હતો. જોકે ઉર્દૂમાં વાત કરતા મોટી દાઢીવાળા બે શકમંદો મુંબઇ ફરવા આવ્યા હોવાનું અને એન્ટિલિયા જોવા માટે સરનામું પૂછતા હોવાનું ખંડિત થતાં હાશકારો થયો હતો. આ બંને શખસો કચ્છથી મુંબઇ ફરવા માટે આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. અગાઉ સચિન વઝેના કેસમાં પણ ભુજ અને વાગડના બુકીનું કનેકશન નીકળ્યું હતું.

મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને સોમવારે એક કોલ આવ્યો હતો, જેમાં એક ટેક્સી-ડ્રાઇવરે જણાવ્યું હતું કે તેને બે શકમંદો અંબાણીના ઘરનું સરનામું પૂછી રહ્યા હતા. ફોન કરનાર ટેક્સી-ડ્રાઈવર પોલીસ કંટ્રોલ રૂમને જણાવ્યું કે દાઢીવાળી વ્યક્તિએ તેને કિલ્લાની કોર્ટની સામે એન્ટિલિયાના સરનામા વિશે પૂછ્યું હતું. સરનામું પૂછનાર શકમંદની મોટી દાઢી હતી. તેઓ બે જણ હતા અને બંને ઉર્દૂમાં વાત કરી રહ્યા હતા તેમજ તેમની પાસે બેગ હતી. આ માહિતી પછી પોલીસે તપાસ શરૂ કરી છે.

જોકે આ ટેક્સી-ડ્રાઇવર અને શકમંદોની તપાસ કરતાં ખુલાસો થયો હતો કે બંને શખસો કચ્છથી મુંબઇ ફરવા માટે આવ્યા હતા અને તમામ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધા બાદ એન્ટિલિયા જોવા માટે સરનામાની પૂછપરછ કરતા હતા. નોંધનીય છે કે એન્ટિલિયાના પ્રકરણમાં એન.આઇ.એ.ની ટીમે સચિન વઝે, કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને કચ્છના બુકી તેમજ અમદાવાદના કારખાનેદારની અટકાયત કરી હતી. ભુજના બુકી નરેશને આ સિમકાર્ડ મૂળ સામખિયાળીના દેવીશેઠ જૈન તરફથી મળ્યાં હોવાની ચોંકાવનારી વિગત સામે આવી હતી.

સાઉથ મુંબઇમાં આવેલી તેની હોટલ-ક્લબ પર એન.આઇ.એ.ની ટીમે દરોડો પાડયો હતો. સાઉથ મુંબઇમાં ધ કલ્ચર હાઉસ પર એનઆઇએની ટીમ પહોંચી હતી, હોટલના ઓનર દેવીશેઠ જૈને સિમકાર્ડ નરેશ બુકીને આપ્યાં હતાં. જે સિમકાર્ડ વિનાયક શિંદેને અપાયા ને તેણે સચિન વઝેને આપ્યા હતા. નરેશ બુકી અને વિનાયક શિંદે તેમજ સચિન વઝે હાલ પોલીસની ગિરફતમાં છે. મનસુખ હિરેન મર્ડર કેસમાં જે સિમ ઉપયોગમાં લેવાયાં હતાં, જે સિમકાર્ડ વિનાયક શિંદેએ સચિન વઝેને આપ્યાં હતાં અને એ સિમ નરેશ પાસેથી શિંદેને મળ્યાં હતાં.