તાપસી બની ગાઈડ:કચ્છની કાલ્પનિક દોડવીર પર બનેલી ફિલ્મ ‘રશ્મિ રોકેટ’માં જિલ્લાના પ્રવાસન સ્થળો ચમક્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભુજીયા ડુંગરમાં ટ્રેકિંગ માટે જતી રશ્મિ (તાપસી પન્નુ). - Divya Bhaskar
ભુજીયા ડુંગરમાં ટ્રેકિંગ માટે જતી રશ્મિ (તાપસી પન્નુ).
  • રિયલ સ્ટોરી પર બનેલી ભુજ ફિલ્મ કરતાં પણ વધારે વખાણ મેળવતી કાલ્પનિક સ્ટોરીની પિક્ચર
  • ભુજીયો ડુંગર, છતરડી, સફેદ રણ, કાળો ડુંગર, નખત્રાણા તાલુકાના દ્રશ્યો જોઈ કચ્છીઓ અભિભૂત

હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર અભિનેત્રી તાપસી પન્નુની ફિલ્મ રશ્મિ રોકેટ લોન્ચ કરવામાં આવી છે,આ ફિલ્મને લોકો વખાણી પણ રહ્યા છે પણ મહત્વની બાબત એ છે કે,કચ્છની કાલ્પનિક દોડવીર પર આ ફિલ્મ બની છે અને તેનું શુટીંગ પણ કચ્છમાં થયું હોવાથી કચ્છીઓએ આ ફિલ્મને વધુ પસંદ કરી છે.

ફિલ્મ રશ્મિ રોકેટનું શૂટિંગ કચ્છમાં જાન્યુઆરી મહિનાના પ્રથમ પખવાડિયામાં થયું હતું.દશેરાના દિવસે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે ફિલ્મમાં રશ્મિ એટલે કે તાપસી પન્નુ કચ્છની કાલ્પનીક દોડવીર તો છે જ સાથે તે ગાઈડ અને ટ્રેકર પણ છે જેથી આ ફિલ્મમાં ભુજીયો ડુંગર,છતરડી,સફેદ રણ, નખત્રાણા તાલુકાના દેશલપર સહિતનાં વિસ્તારોમાં પણ કચકડે દેખાયા હતા.2001 ના ભૂકંપની સાથે કચ્છની હેન્ડીક્રાફટની કલા તેમજ સીમાવર્તી વિસ્તારમાં તૈનાત જવાનોની ઝાંખી પણ રજૂ કરાઈ છે.

અભિનેત્રી તાપસી આ ફિલ્મમાં કચ્છની કાલ્પનિક દોડવીરના રૂપમાં અભિનય કરીને દેશમાં મહિલા દોડવીરને થતા અન્યાય મુદ્દે અવાજ ઉપાડતી જોવા મળે છે.કચ્છનાં મોટાભાગના દ્રશ્યો અને લોકસંગીત આ ફિલ્મમાં વર્ણવાયું હોવાથી કચ્છીઓના મન મલકાઈ ઉઠયા હતા.નોંધનીય છે કે,તાજેતરમાં માધાપરની વિરાંગનાઓની રિયલ સ્ટોરી પર ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા રીલીઝ થઈ હતી.જોકે તેમાં અમુક દર્શકોએ રિયલ સ્ટોરીને યોગ્ય રીતે રજૂ ન કરાઇ હોવાનો બળાપો ઠાલવ્યો હતો. પરંતુ આ ફિલ્મ કચ્છની કાલ્પનિક દોડવીર પર બની હોવા છતાંય મોટાભાગના દ્રશ્યો જિલ્લાના વિવિધ સ્થળોના છે.ખાસ કરીને દેશલપર-માનકુવા-ભુજ રૂટની એસટી બસનો પણ ઉપયોગ થયો છે.

નોંધનીય છે કે, ફિલ્મમાં લોકસંગીત સાથે કચ્છમાં રણ નામનું ગીત પણ લોંચ કરાયું છે, જેનું શૂટિંગ પણ કચ્છમાં અને સંગીત પણ સ્થાનિકનું ઉપયોગમાં લેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...