તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ ઘટતા રાહત:કચ્છના પર્યટન સ્થળો ખીલી ઉઠ્યા, માંડવી બીચ પર રોનક પાછી ફરી

ભુજએક મહિનો પહેલા
  • તંત્રના અનલોક બાદ રજાના બીજા રવિવારે સહેલાણીઓ માંડવીમાં ઉમટી પડ્યા

કોરોના પ્રકોપના કારણે સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે અનેકવિધ પ્રતિબંધો જાહેર કરાયા હતા જેમાં પ્રસિદ્ધ યાત્રાધામો અને પર્યટન સ્થળો પર સંપૂર્ણપણે રોક લગાવી દેવામાં આવી હતી. પરંતુ હવે જ્યારે કોરોનાની બીજી લહેર ગુજરાતમાં કાબુ હેઠળ આવી છે ત્યારે સરકાર દ્વારા રાત્રી કરફ્યુ સિવાયના અવરોધ દૂર કરવામાં આવતા ફરી જાહેર સ્થળો પર લોકોની હાજરી વધી રહી છે. અને જૂના દિવસો નવી રોનક સાથે પરત ફર્યા હોય તેવા દ્રષ્યો સામે આવી રહ્યા છે.

સંભવિત ત્રીજી લહેર પહેલા સૌ કોઈ પોત પોતાના મન પસંદ સ્થળે જવા ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. અને જાણે કોરોના વેકેશન શરૂ થયું હોય તેમ લોકો ફરી પહેલાની માફક હરતા ફરતા થયા છે. જેમાં આજે અનલોકના બીજા રવિવારે માંડવીના દરિયા કિનારે લોકો સહ પરિવાર ઉમટી પડ્યા હતા અને સાગર કાંઠે મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

મહિનાઓથી આર્થિક ભીંસ અનુભવી રહેલા કિનારા પરના નાના મોટા ધંધારીથીઓના ચહેરા પણ પર્યટકોની હાજરીથી મહેકી ઉઠ્યા હતા. તો જિલ્લા અનેક ધાર્મિક તીર્થસ્થાનોમાં પણ ભાવિકોની વ્યાપક હાજરી જોવા મળી રહી છે. જે ચોક્કસથી આ પ્રકારના કિલકિલાટ કરતા લોકોથી પ્રવાસન સ્થાનો હાર્યા ભર્યા રહે એવી પ્રાર્થના કરી રહ્યા હશે. અને ત્રીજી લહેર નામ માત્ર બની રહે એવી છુપી લાગણી પણ મલિક પાસે કરી હશે.

અન્ય સમાચારો પણ છે...