તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ સિરિઝ:‘રાજ્યમાં અલગ જણાતાં કચ્છમાં પ્રવાસનના દર 70-80 કિલોમીટરે રંગરૂપ બદલી રહ્યા છે’ : અદિતિ રાવલ

ભુજ10 દિવસ પહેલાલેખક: રોનક ગજ્જર
 • કૉપી લિંક
અદિતિ રાવલ કચ્છનું પ્રવાસન સોશિયલ મીડિયામાં સિરીઝ દ્વારા લોકો સમક્ષ મૂકશે અને તે માટે શૂટિંગ તેને પૂર્ણ કરી દીધુ છે. - Divya Bhaskar
અદિતિ રાવલ કચ્છનું પ્રવાસન સોશિયલ મીડિયામાં સિરીઝ દ્વારા લોકો સમક્ષ મૂકશે અને તે માટે શૂટિંગ તેને પૂર્ણ કરી દીધુ છે.
 • ક્યારેય ન જોયેલું કચ્છનું પ્રવાસન ટૂંક સમયમાં સોશિયલ મીડિયાથી લોકો સમક્ષ મૂકાશે
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અગાઉ વખાણી ચૂક્યા છે અદિતિની કચ્છ સિરીઝ

રાજ્યના દરેક ખૂણે ફરીને સોશ્યલ મીડિયાના માધ્યમથી ગુજરાત ટુરિઝમ અને સ્થાનિક લોકોના જનજીવનને લોકો સમક્ષ મૂકનારી એવોર્ડ વિજેતા કોન્ટેન્ટ ક્રિયેટર અદિતિ રાવલ હવે ટૂંક સમયમાં ક્યારેય ન જોયેલું કચ્છનું પ્રવાસન સોશ્યલ મીડિયા સિરીઝ દ્વારા લોકો સમક્ષ મૂકશે અને તે માટે શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે.

ગુજરાત ટુરિઝમ તરફથી તાજેતરમાં જ અદિતિ રાવલને બેસ્ટ કોન્ટેન્ટ ક્રીયેટરનો એવોર્ડ મળ્યો હતો,જે કોરોના જેવા કપરા સમયમાં પ્રવાસનને વેગ મળે તે માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.કચ્છ પ્રવાસ વખતે ‘ભાસ્કર’ સાથેની ખાસ વાતચીતમાં અદિતિએ જણાવ્યું કે,સોશ્યલ મીડિયાના માધ્યમથી કચ્છને પ્રમોટ કરીશ.અહીંનું પ્રવાસન,સંસ્કૃતિ અને લોકજીવન લોકો સમક્ષ મૂકશે.ખાસ કરીને હસ્તકળાના કારીગર હોય કે નાના વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો,તેમની રોજગારીને જોર મળે તે માટે પણ આ સિરીઝમાં પ્રયાસ કરાયા છે.કારણ કે,વિડીયો સિરીઝ જોઈને પ્રવાસીઓ આવશે તો નવી હસ્તકળાની હોય કે સ્થાનિક વસ્તુ ખરીદશે,નવી જગ્યાએ જશે ત્યાંનું જમવાનું ટ્રાય કરશે તો સ્થાનિક રોજગારીને આપોઆપ વેગ મળી જશે.

અદિતિ રાવલની ફાઈલ તસવીર
અદિતિ રાવલની ફાઈલ તસવીર

ગુજરાત ટુરિઝમનો સોશિયલ મીડિયા ફેસ બનવા ઈચ્છું છુંઃ અદિતિ રાવલ
અદિતિ રાવલના શિવરાજપુર બીચના એપિસોડ બાદ મારી નજરે ગુજરાત સીરીઝને વેગ મળ્યો હતો,કારણ કે રાજ્યના મુખ્યમંત્રી સહીત સૌએ તે ફૂટેજ અને વિડીયો શેર કર્યા હતા.આવનારી વિડીયો સિરીઝમાં કચ્છમાં રણોત્સવ સાથે કળા,રહેવાના સ્થળો,ગ્રામ્ય ટેલેન્ટ,વુમન એમ્પાવરમેન્ટ મુદ્દાઓ રજૂ કરાશે.આખા દુનિયામાં ક્યાંય નથી એટલું વુમન એમ્પાવરમેન્ટ કચ્છની મહિલાઓમાં છે તેમ પણ અદિતિએ જણાવ્યું હતું. ગુજરાત ટુરિઝમની બ્રાન્ડ એમ્બેસેડર અદિતિ રાવલને બનાવવા મુદ્દે સોશ્યલ મીડિયામાં ચાલતી ચર્ચાના પ્રતિભાવમાં અદિતિએ જણાવ્યું કે,ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન છે,જેનો અવાજ દુનિયાભરમાં ફેમસ છે. જે ગર્વની વાત છે.પણ હું ચોક્કસ ગુજરાત ટુરિઝમનો સોશિયલ મીડિયા ફેસ બનવા ઈચ્છું છું.

કચ્છનું જોરફૂડ દાબેલી છેઃ અદિતિ રાવલ
કચ્છનું જોરફૂડ દાબેલી છેઃ અદિતિ રાવલ

કચ્છ મારા માટે જાદુઈ વિસ્તાર છે
અદિતિ રાવલે જણાવ્યું કે, કચ્છ મારા માટે જાદુઈ વિસ્તાર છે,જે દરવર્ષે ખેંચી લાવે છે. કચ્છમાં એન્ટી ગ્રેવિટી રોડ,કાળાડુંગર પર શાંતિ મળે છે,રણોત્સવમાં સનસેટ જોઉં તો લાગે છે જાણે જીવનનું બધુ જ આવી ગયું.છારીઢંઢમાં હજારો ઊંટ જોઈને લાગે કચ્છ આટલા અલગ અલગ રૂપ સાથે કેમ હોઈ શકે? દર 70-80 કિલોમીટરે કચ્છના રંગરૂપ બદલી જાય છે.રાજ્યભરમાં જોરફૂડની વાત કરીએ તો કચ્છનું જોરફૂડ દાબેલી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને અદિતિ રાવલની કચ્છની સિરીઝના વખાણ કર્યા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને અદિતિ રાવલની કચ્છની સિરીઝના વખાણ કર્યા હતા

PM કરી ચૂક્યા છે,અદિતિની સિરીઝના વખાણ !
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ અગાઉ રજૂ થયેલી અદિતિ રાવલની કચ્છની સિરીઝના વખાણ કરી ચૂક્યા છે,આ મુદ્દે અદિતિએ કહ્યું કે,હવે હમેંશા હું એ પ્રયત્નમાં રહું છું કે બેસ્ટ દર્શાવું.કચ્છ સિરીઝમાં કચ્છના ભૂંગાથી લઈને હસ્તકળા,બોર્ડર,વાઇલ્ડલાઇફ સહિતના દરેક પાસા દર્શાવવા છે.કચ્છ હોય કે ગીર,જંગલમાં યોગદાન જેટલું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નું છે એટલું જ યોગદાન સ્થાનિક લોકોનું છે.ભવિષ્યમાં મોકો મળશે તો તે ક્લચર અને વન્યજીવન બતાવવા માટે હું એક આખું વર્ષ આપવા માંગુ છું.રાજ્યભર સાથે કચ્છની તમામ વન્યસંપદા કવર કરવું એ મારી પ્રાથમિકતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો