ચિભડચોર:શહેરના નરસિંહ મહેતા નગરમાં ચિભડચોરોનો ત્રાસ

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે અને બળતી બપોરે પણ નાની મોટી ચોરી
  • અાંગણામાંથી પાણી ખેંચવાની મોટર થાય છે ગૂમ

ભુજમાં નવી રાવલવાડી વસાહતોમાં ચિભડચોરોનો ત્રાસ વધી ગયો છે. નરસિંહ મહેતા નગરમાં અેક જ ઘરમાંથી સતત બીજી વખત મોટરની ચોરી થઈ ગઈ છે. જ્યારે અેજ મકાન બહાર પાર્ક કરેલા વાહનમાંથી અેક્સ્ટ્રા વ્હીલ પણ ચોરાઈ ગયો હતો.

લાયન્સ હોસ્પિટલથી છેક સહયોગનગર તરફ જતા રોડ વચ્ચે રઘુવંશીનગર અને નરસિંહ મહેતા નગરના મકાનો અાવેલા છે. બપોરના ભાગે અને મોડી રાત્રે અાખો રોડ સૂમસામ થઈ જાય છે, જેથી ચિભડચોરો અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાંથી પાણી ખેંચવાની મોટર અને ટાંકાના લોખંડના ઢાંકણા ઉઠાવી જાય છે. નરસિંહ મહેતા નગરમા બી/26 પ્લોટમાંથી અગાઉ બારેક માસ પહેલા અેક વખત બપોરે અને બીજી વખત શુક્રવારે રાતથી શનિવારની સવાર સુધીમાં પાણી ખેંચવાની મોટરની ચોરી થઈ ગઈ છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શુક્રવારે રાત્રે 1થી 2 વાગ્યાની વચ્ચે પોલીસના ડ્રેસમાં વ્હાઈટ કલરના ટુ-વ્હીલર ઉપર અેક પુરુષ અને અેક મહિલા અેજ વિસ્તારમાં અેક પ્લોટ પાસે ઊભા હતા, જેથી અાખો કિસ્સો શંકાસ્પદ બની ગયો છે. અા અગાઉ અેજ પ્લોટની અડોઅડ મકાન પાસે મૂકેલા ફોર વ્હીકલમાંથી અેક્સ્ટ્રા વ્હીલની ચોરી થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...