તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:દરિયો રફ બનતા સંરક્ષણના ટોચના અધિકારીઓની ક્રીક સરહદની મુલાકાત છેલ્લી ઘડીએ રદ

નારાયણસરોવર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂન માસ શરૂ થતાં જ અરબ સાગરમાં દરિયો રફ થવાની શરૂઅાત થાય છે. જેથી ભારત અને પાડોશી પાકિસ્તાનના માછીમારો માટે પણ દરિયો ખેડવા પર પ્રતિબંધ મુકવામાં અાવે છે. પરંતુ નાપાક પાડોશીનો કોઇ પણ વાત પર ભરોસો થાય તેમ નથી. ઘણી વખત માછીમારીની અાડમાં નાપાક કાંકરીચાળો થતો હોય છે. તેથી કચ્છની રણ, દરિયાઇ અને ક્રીક સરહદે સુરક્ષા અેજન્સીઅો સદાય સાબદી રહે છે. જેના ભાગરૂપે જ બુધવારે કચ્છની દરિયાઇ અને ક્રીક સરહદનું નિરીક્ષણ કરવા સંરક્ષણના ટોચના અધિકારીઅો અાવવાના હતા.

પરંતુ કચ્છના દરિયામાં બુધવારે ભારે કરંટ જોવા મળ્યો હતો. ખાસ કરીને સરહદે કોટેશ્વરનો દરિયો રફ બન્યો હતો. જેના પગલે સંરક્ષણના ઉચ્ચ અધિકારીઅોની કચ્છની દરિયાઇ અને ક્રીક મુલાકાત રદ કરવાની નોબત અાવી હતી. અધિકારીઅો હરામીનાળા તથા અન્ય ક્રીક વિસ્તારોની પણ સમીક્ષા કરવાના હતા. પરંતુ દરિયો રફ બનતા અા મુલાકાત છેલ્લી ઘડીઅે રદ કરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...