તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:આજે પ્રાથમિક શાળાના 195 સી.અાર.સી. અને 128 બી.આર.સી.ની પરીક્ષા આપશે

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં પ્રથમ વખત કેન્દ્ર ફાળવાયું

ભુજમાં અાજે કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળા માટે સી.અાર.સી. અને બી.અાર.સી.ની પરીક્ષાનું અયોજન કરવામાં અાવ્યું છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઅે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, કચ્છમાં પ્રથમ વખત કેન્દ્ર ફાળવાયું છે. ભુજમાં અોલ્ફ્રેડ હાઈસ્કૂલમાં સવારે 11થી 1 સુધી સી.અાર.સી.ની પરીક્ષા લેવાશે, જેમાં 195 ઉમેદવાર પરીક્ષા અાપવાના છે. જ્યારે બપોરે 2થી 4 વાગ્યા સુધી બી.અાર.સી.ની પરીક્ષા લેવાશે, જેમાં 128 ઉમેદવારો પરીક્ષા અાપવાના છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ વ્યવસ્થા ગોઠવવામાં અાવી છે. પરીક્ષાના નોડલ અધિકારી તરીકે કચેરીના અે.ઈ.અાઈ. જી. જી. નાકરને જવાબદારી સોંપવામાં અ ાવી છે.

ગુરુવારે 15 સી.અાર.સી. નિમાયા
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીઅે ગુરુવારે શિક્ષકોમાંથી સી.અાર.સી. બનવા માંગતા 15 ઉમેદવારોની નિમણૂક કરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...