શ્રાવણ માસના આરંભ સાથે જ મેળાની શરૂઆત થઈ જાય છે. જેમાં સૌપ્રથમ નાગ પંચમીનો મેળો ભૂજિયાની તળેટીએ યોજાય છે. દર વર્ષે અહી ભુજના અને આસપાસના ગામડાઓના ઉત્સવપ્રિય લોકો ઉમટી પડે છે. સવારથી લોકો ડુંગરની ટોચ પર ભુજંગ દેવની દેરીએ દર્શન માટે જાય છે. જો કે, વર્ષોથી તળેટીથી ઉપર તરફ જતા આ પગથીયા જર્જરિત બન્યા છે,જે વરસાદમાં વધુ જોખમી બને છે. તો સાંજે તળેટીમાં મેળો ભરાય છે. જેમાં બાળકો માટે રાઇડ્સ તેમજ ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવે છે.
ત્રણ સદી જૂની રાજ પરંપરા મુજબ દર વર્ષે નાગપાંચમના દિવસે ભુજીયા ડુંગર ઉપર, ભુજંગદેવ ખેતરપાળ દાદાની પૂજા અને શાહી સવારી નીકળે છે. શુક્રવારે આજે ભુજંગદેવના પૂજારી ઠાકોર પુષ્પેન્દ્રસિંહને તિલક કરી ત્યારપછી સર્વ જ્ઞાતીના લોકો ખેતરપાળ દાદાના દર્શન કરી ભુજંગદેવના આશીર્વાદ મેળવશે.
રાજ પરિવારે ગત સપ્તાહે યાદી બહાર પાડી હતી તે મુજબ પરિવારના માત્ર વીસ જેટલા પ્રતિનિધીઓ પૂજન વિધિ માટે પ્રાગ મહેલથી, દરબારગઢ થઈને ભુજીયા ડુંગર ૫૨ દર્શન કરવા માટે જશે. ત્યારબાદ સોશીયલ ડિસ્ટન્સ સાથે એક પછી એક પાંચ પાંચ મિનિટના સમય અંતરે માસ્ક સાથે દર્શન કરવા અપીલ કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.