તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુદ્ધની સુવર્ણ જયંતિ:1971ના યુદ્ધની સુવર્ણ જયંતિએ અાજે અંતિમ બોર્ડર પિલર 1175થી સાઇકલ યાત્રા

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા લખપતથી શરૂ કરી રેલી રાજસ્થાનમાં સમાપ્ત કરાશે

ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં 1971 કિમી લાંબી સાઇકલ રેલીનું આયોજન ભારતીય સશસ્ત્રો દળોના વિજયની સુવર્ણ જયંતિની ઉજવણીરૂપે કરાયું છે. જેની શરૂઅાત તા. 26-11ના લખપત પાસે બોર્ડર પીલ્લર નં. 1175 ખાતેથી કરાશે. જે તા. 6-12ના રાજસ્થાનના લોગેંવાલા પોસ્ટ પર સમાપ્ત થશે.

1971ના યુદ્ધના જવાન 87 વર્ષીય માનદ કેપ્ટન ગુમાનસિંહ જ્હાલા આ રેલીને સવારે 7 વાગ્યે લીલીઝંડી બતાવી રવાના કરશે. તો ગુરૂવારે સવારે 10 વાગ્યે ભુજ સ્ટેશનમાં પશ્ચિમ દ્વાર પર તબીબી શિબિરનું આયોજન કરાયું છે. પ્રથમ લેગ ટીમનું સાંજે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવશે.

ભારતીય સશસ્ત્ર દળો અને અર્ધ લશ્કરી દળોના જવાનોમાં સાહસની ભાવના જગાવવાના ઉદ્દેશથી કોણાર્ક કોર્પ્સના જનરલ કમાન્ડિંગ ઓફિસર લેફ્ટેનન્ટ જનરલ અનિલ પુરી, સેવા મેડલ, વિશિષ્ટ સેવા મેડલ દ્વારા આ સાઇકલ રેલીની પરિકલ્પના કરવામાં આવી છે. આ સાઇકલ રેલી મારફતે ગ્રામીણ લોકોમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.

આ રેલી મારફતે ભૂતપૂર્વ જવાનો, યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો, શારીરિક હાનિ પામનારા તેમજ દિવ્યાંગજનો સુધી પહોંચવામાં આવશે. ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને મળવાપાત્ર આર્થિક લાભો, કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવશે અને તેમને કોઇપણ સંબંધિત સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરવામાં આવશે. 1948, 1965 અને 1971ના યુદ્ધના જવાનો અને વીર નારીઓને 10 દિવસની આ રેલી દરમિયાન સન્માનિત કરવામાં આવશે.

આ સાઇકલ રેલી કોણાર્ક કોર્પ્સના વિવિધ ફોર્મેશન, ભારતીય એરફોર્સ, ભારતીય નેવી, ભારતીય કોસ્ટગાર્ડ અને સરહદી વિસ્તારોમાં કોર્પ્સ ઝોનમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના પ્રતિનિધિઓ દ્વારા હાથ ધરવામાં આવશે. આ રેલી અભિયાન એક રિલે ફોર્મેટમાં યોજવામા આવશે જેમાં પ્રત્યેક ટીમ તેમના નિર્ધારિત કરવામાં આવેલા અંતર સુધી સાઇકલ ચલાવશે અને ત્યાંથી આગળના ફોર્મેશનને આગળ વધવા માટે સોંપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...