ધાર્મિક:આજે ચિત્રા નક્ષત્રના સંયોગ સાથે હનુમાન જયંતી મનાવાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હનુમાનજીની ઉપાસનાથી જીવનની પીડાઓ થાય છે દૂર
  • મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

આજે શનિવાર અને ચિત્રા નક્ષત્રના દિવસે જ હનુમાન જ્યંતીનો અનોખો સંયોગ સર્જાયો છે.જેથી આજના દિવસે થનારી હનુમાન જન્મોત્સવની ઉજવણી ઉત્તમ માનવામાં આવે છે.

એક માન્યતા પ્રમાણે હનુમાનજીનો જન્મ પણ ચિત્રા નક્ષત્રમાં જ થયો હતો અને આ વર્ષે પણ ચિત્રા નક્ષત્ર અને શનિવારનો સંયોગ હોવાથી હનુમાન જયંતી વધારે ઉત્તમ ગણાશે.હનુમાનજીની ઉપાસનાથી જીવનની બધી જ પીડાઓ દૂર થાય છે. શનિની નાની-મોટી પનોતી ચાલી રહી હોય કે, રાહુ પીડા હોય તે પણ દૂર થાય છે.આજના દિવસે દાદાને સુખડીનું નૈવેદ્ય, અડદના દાણા અને તેલ ચઢાવવું ઉત્તમ છે.

આજના દિવસે ભાઈઓએ બાજોઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી ઘઉંની ઢગલી કરી તેના ઉપર હનુમાનજીની છબી રાખવી. સરસવના તેલનો દીવો કરવો. હનુમાનજીને ચંદનનો ચાંદલો કરવો ત્યારબાદ 11, 21 કે 108 હનુમાન ચાલીસાના પાઠ અથવા તો સુંદરકાંડનો પાઠ કરવો શુભ ગણાય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે કચ્છમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઇ શકી નથી,ત્યારે આ વર્ષે હર્ષોલ્લાસભેર ઉજવણી માટે ભક્તોમાં પણ ઉત્સાહ છે.

અન્ય સમાચારો પણ છે...