આભ નીચે આસન વારે વિઠો, કારો ડુંગર કચ્છજો:આજે 1552 ફૂટ ઉંચા કાળા ડુંગર પર ઉજવાશે ગુરૂ દતાત્રેય જયંતી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે શનિવારે કચ્છની સરહદી રણકાંધીએ આવેલા કાળા ડુંગરે માગસર સુદ પૂર્ણિમાએ ભગવાન ગુરૂ દતાત્રેયની જયંતી ઉજવાશે. દતાત્રેય ભગવાનને વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. 1552 ફૂટ ઉંચા કાળા ડુંગર પર 400 વર્ષ જૂના દતાત્રેય મંદિરના દર્શને હજારો ભાવિકો અને પ્રવાસીઓ આવે છે. આ ડુંગર પરથી કચ્છના રણનો 360 એંગલનો વ્યૂ જોઈ શકાય છે. સુર્યોદય અને સુર્યાસ્ત માઉન્ટ આબુને ભુલાવી દે તેવો છે. વળી, આકાશ દર્શન માણવા જેવું હોય છે. મંદિરે સવાર સાંજ આરતી બાદ જંગલના શિયાળોને ‘લોંગ લોંગ’ કહીને પુજારી બોલાવે છે અને દુર ઓટલા પર પ્રસાદી ધરવામાં આવે છે જયાં જંગલમાંથી આવીને શિયાળો પ્રસાદ આરોગી જાય છે.

આ ‘લોંગ’ (શિયાળ)ને ગુરૂ દતાત્રેયનું સ્વરૂપ માનીને પ્રવાસીઓ ખાસ એકઠા થાય છે. ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલૉજિકલ રિસર્ચ-ગાંધીનગર અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી-કાનપુરે અભ્યાસ કર્યો છે કે ડુંગર ઊતરતી વખતે વાહન બંધ હોય તો પણ તેની ગતિ 80 કિલોમીટર જેટલી ઝડપી હોય છે. રણોત્સવને પગલે આ રમણીય સ્થળ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સંતાર વાદ્ય વગાડતા લોકગાયક દેવા સુમાર સંજોટ પણ સહેલાણીઑ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. મંદિરના પૂજારી દિનેશ બાવાજીએ કહ્યું હતું કે, ‘આરાધીવાણીનો સૂરસંગીત કાર્યક્રમ જયંતિની પૂર્વસંધ્યાએ યોજવામાં આવ્યો હતો.’

અન્ય સમાચારો પણ છે...