સન્માન:કચ્છના અધુરા અને પ્રાણ પ્રશ્નોને વાચા આપી ઉકેલ લાવવાનો છે : ડો.નીમાબેન

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રામાં પટેલ વાડી, રોટરી કલબ અને લુણી ખાતે અધ્યક્ષાનું 250 સંગઠનો દ્વારા સન્માન કરાયું

મુન્દ્રા ખાતે પટેલ સમાજવાડી રોટરી કલબ અને લુણી ગામ ખાતે યોજાયેલા અભિવાદન સમારોહમાં ડો.નીમાબેન આચાર્યનું ૨૫૦ ઉપરાંત વિવિધ સંગઠનો, સમાજો, સમુહો, મંડળો અને સમિતિઓએ શાલ, મોમેન્ટો, હાર અને પ્રતિક ભેટ આપી ઉમંગભેર સન્માન કરાયું હતું. આ તકે ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું કે,મહિલાઓને તક આપવામાં આવે તો બખૂબી નિભાવી શકે છે.મારે કચ્છના અધૂરા પ્રશ્નોને વાચા આપવાની છે.

મુન્દ્રા રોટરી કલબ ખાતે મુન્દ્રા લોહાણા યુવક મંડળ, મુન્દ્રા લોહાણાના મહિલા મંડળના પ્રમુખ અને સમાજના અગ્રણીઓએ અધ્યક્ષાનું ઉમંગભેર અભિવાદન કર્યુ હતું. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આ તકે વિશ્રામ ગઢવી, જિલ્લા પંચાયત ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી અને નગરપાલિકા પ્રમુખ કિશોરભાઇ પરમાર,તાલુકા પંચાયત પ્રમુખ રાણીબેન ચેતન ચાવડા તેમજ નગરજનો ઉપસ્થિત રહયા હતા.મુન્દ્રા તાલુકા લુણી ગામે ગણેશ મંદિર લુણંગ દાદાના દર્શન કરી અધ્યક્ષાએ જણાવ્યું હતું કે, બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરને બંધારણને સાથે રાખી આ પદનું કાર્ય કરીશ. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા આ સ્થાનને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાની વાતને રજુ કરવામાં આવી હતી.અગ્રણીઓ લાલજીભાઇ, લક્ષ્મણભાઇ, પુજારી મગનદાસ, કાનજીભાઇ, અશોક મહેશ્વરી, દેવજી વિગેરે ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...