તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ ભુજ વોર્ડ નં-1:આજ સુધી એકેય પક્ષ વરસાદી પાણીના નિકાલનો હલ લાવી નથી શક્યો

ભુજ14 દિવસ પહેલા
 • કૉપી લિંક

આગામી 28 તારીખે સ્થાનિક સ્વરાજયની ચુંટણી છે. ભુજમાં કુલ્લ અગિયાર વોર્ડ છે, અને એક વોર્ડ દીઠ ચાર નગરસેવક એમ ભુજની જનતા 44 નગરસેવકો ચૂંટાશે. ગત ટર્મની બોડી તથા તેનાથી અગાઉના કાઉન્સિલર શું કામ કર્યું અને શું ન કર્યું, તેવું જનતા પાસેથી જાણતા તેઓની હવે શું અપેક્ષા છે તેના પર નજર કરીએ તો આ વોર્ડમાં આવતો મોટાભાગનો વિસ્તાર વરસાદી પાણીના જાવક પર વસેલો છે. હમીરસર તળાવ ઓગની જાય ત્યારે અહી અનેક વખત પાણી ભરાયા છે. વોર્ડ નં એકમાં કોંગ્રેસના કાઉન્સિલર છે. સ્થાનિકોના મતે રસ્તાઓ નવા બન્યા છે, તો પાણી નિકાલ માટેની કેનાલ કચરાથી ભરપૂર હોય છે, જ્યારે સુધરાઇ આજ સુધી વરસાદી પાણીને અહીંથી આગળ વહી જાય તેવી વ્યવસ્થા ગોઠવી નથી શક્યા.

આશાપુરા નગર કાયમી તળાવ
રેલવે સ્ટેશનને જોડતા ચાર રસ્તા પાસે આવેલા આશાપુરા નગર સચરાચર વરસાદ થતા જ તળાવમાં ફેરવાઈ જાય છે. તેના નિકાલ અથવા તો ઉકેલ માટે અત્યાર સુધીની દરેક બોડી નિષ્ક્રિય રહી છે. આગામી સમયમાં નવા ચુંટાયેલા નગર સેવકો કોઈ ઉપાય કરે તેવી સ્થાનિકોએ આશા વ્યક્ત કરી હતી.

બેરોકટોક દબાણ પર કાર્યવાહી નહીં
આ વોર્ડમાં અમુક વિસ્તાર એવા છે કે, જ્યાં સુધરાઇ કે અન્ય તંત્ર દ્વારા કોઈ કારણસર દબાણ વિરુદ્ધ કાર્યવાહી કરાઇ જ નથી. જે આવનાર સત્તા પક્ષ કડક હાથે કામ કરે તો કરોડોની કિંમતની જમીન ખુલ્લી થાય. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી માલધારી વર્ગ મોટી જમીન વાળીને દબાણ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો