તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ વ્યો, પાટ વ્યો, તોયે તિલક ત ખપે!:કચ્છના રાજ પરિવારના મોભી તરીકે હનવંતસિંહની તિલક વિધિ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તિલકવિધિની તસવીર - Divya Bhaskar
તિલકવિધિની તસવીર
  • તાજેતરમાં રાજ પરિવારના ગાદીપતિ પ્રાગમલજીનું થયું હતું નિધન
  • શરદબાગમાં મહેશ્વરી સમાજના ધર્મગુરુ માતંગના હસ્તે વિધિ સંપન્ન

કચ્છ રાજ પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનું તા.28-5ના અવસાન થતાં પરિવારના મોભી તરીકે હનવંતસિંહની તિલક વિધિ પરંપરા મુજબ મહેશ્વરી સમાજના ધર્મગુરુ માતંગના હસ્તે કરાઇ હતી. પરંપરા મુજબ રાજ પરિવારના ગાદીપતિના નિધન બાદ તેમના સીધી લીટીના વારસદારોને ગાદી પર બેસાડવામાં અાવે છે, જે પરંપરા ભારતમાં અાજે પણ યથાવત છે. કચ્છના અંતિમ મહારાવ મદનસિંહનું તા.21-6-1991ના નિધન થતાં તેમના જયેષ્ઠ પુત્ર પૃથ્વીરાજસિંહ ઉર્ફે પ્રાગમલજીને રાજ પરિવારની ગાદી પર બેસાડવામાં અાવ્યા હતા અને તે મુજબ તેઅો કચ્છ રાજ પરિવારના મોભી બન્યા હતા. પ્રાગમલજીનું તા.28-5ના અવસાન થતાં પરંપરાને જાળવી રાખી મહારાવ મદનસિંહના નાના પુત્ર હનવંતસિંહની કચ્છ રાજ પરિવારના મોભી તરીકે તિલક વિધિનો કાર્યક્રમ રવિવારે શહેરના શરદબાગ ખાતે રાખવામાં અાવ્યો હતો.

રાજ પરંપરાથી રક્ત તિલક વિધિ મહેશ્વરી સમાજના ધર્મગુરુ માતંગના હસ્તે કરાતી અાવી છે ત્યારે અા પરંપરાને અાગળ ધપાવતાં હનવંતસિંહની રાજ પરિવારના મોભી તરીકેની રક્ત તિલક વિધિ ધરમશી માતંગના હસ્તે કરાઇ હતી. ત્યારબાદ માતાના મઢ જાગીરના મહંત રાજા બાવાઅે હનવંતસિંહને રાજ પરિવારના મોભી તરીકેની પાઘડી પહેરાવી હતી. શાસ્ત્રી કૃપાલ મારાજે પૂજનવિધિ સંપન્ન કરાવી હતી. ત્યારબાદ મોતી જડીત તલવાર હનવંતસિંહને અર્પણ કરાઇ હતી. કોરોનાના પગલે સાદગીથી તિલક વિધિ સંપન્ન કરાઇ હોવાનું હનવંતસિંહ પરિવાર દ્વારા જણાવાયું હતું.

આ પ્રસંગે રાજ પરિવારના રોહિણીદેવી, પ્રતાપસિંહ, શાલિની, અનિરૂધ્ધસિંહ, મેઘદીપસિંહ, ત્રિશુલિની, રઘુરાજસિંહ, માધવીબા તેમજ ક્ષત્રિય અગ્રણી નારાણજી કલુભા જાડેજા, ખેંગારજી વેલુભા જાડેજા, ભરતસિંહ વી. જાડેજા, વિક્રમસિંહ જોરૂભા જાડેજા, કેરા જાગીરના વિજયસિંહ હકુમતસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ભાણજીભા જાડેજા, શૈલેન્દ્રસિંહ વાઘેલા, પ્રવીણસિંહ રૂપસંગજી વાઢેર તેમજ દેવરાજ ગઢવી, રામ ગઢવી, મોહન શાહ, મહેશ અંજારિયા, પબુભાઇ ગઢવી વગેરે હાજર રહ્યા હતા.

કચ્છના અંતિમ મહારાવ મદનસિંહ જ હતા
હનવંતસિંહ પરિવારના જણાવ્યા મુજબ ભારત સરકારના ગૃહમંત્રાલયના તા.6 સપ્ટેમ્બર-1970ના અાદેશ મુજબ મદનસિંહના ખિતાબો, ટાઇટલ જેવા કે, લેફ્ટનન્ટ કર્નલ, હીઝ હાઇનેસ મહારાજા ધિરાજ મિર્ઝા મહારાઅો, સવાઇ બહાદુર CEASE અેટલે કે, સમાપ્ત, બંધ કરવામાં અાવ્યા હોઇ તા.6-9-1970 પછી મહારાવનું ટાઇટલ સમાપ્ત થયું અને ત્યારબાદ સરકાર દ્વારા કોઇને પણ મહારાવની પદવિ અેનાયત કરાઇ નથી અેટલે કે, ત્યાર પછી કોઇને મહારાવ ગણી શકાય નહીં, જેથી કચ્છના અંતિમ રાજવી, અંતિમ મહારાવ તો મદનસિંહ જ હતા.

વર્ષોથી ચાલતી રાજ પરંપરાને સમાપ્ત કરી શકાય નહીં
પ્રાગમલજીઅે તેમની હયાતીમાં અેવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે, તેમના નિધન બાદ ગાદીનો કોઇપણ હક્કદાર નહીં અર્થાત ગાદી પર કોઇ બેસી શકે નહીં ત્યારે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા વતી અરવિંદસિંહ મેવાડનાઅે અેવી યાદી બહાર પાડી છે કે, પરંપરા તોડવાનો પ્રાગમલજીને કોઇ અધિકાર નથી. તેમના અા મંતવ્યને મહાસભાના અધ્યક્ષ માનવેન્દ્રસિંહ (પૂર્વ સાંસદ મથુરા), વાગાનેર કેસરીસિંહ, દેવવ્રતસિંહ (સીરોહી), હેમેન્દ્રસિંહ (જેસલમેર), તમીલનાડુ સભા અધ્યક્ષ ડો. ગુણા, અારતીસિંહ (ગુજરાત), રણસિંહ જુદેવ, અનિરૂધ્ધસિંહ, સતીષચંદ્ર દેવડા, અાશુતોષસિંહ સિસોદિયા વગેરેઅે સમર્થન અાપી અા પરંપરા સમાપ્ત કરી શકાય નહીં તેવું કહ્યું હોવાનું હનુવંતસિંહ પરિવાર દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...