તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચવાટની લાગણી:મેડિકલ સર્ટિફિકેટ વિના પરત ફરેલા શિક્ષક સહાયકોમાં કચવાટ

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જનરલ હોસ્પિટલમાં 20 ઉમેદવારને જ પ્રમાણપત્ર મળ્યાં

જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક શાળામાં ભરતી થયેલા 196 જેટલા શિક્ષક સહાયકો માટે ભુજ ખાતે ઓન લાઇન ડોક્યૂમેન્ટ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી જેના ભાગ રૂપે જરૂરી એવું મેડિકલ સર્ટિફિકેટ જનરલ હોસ્પિટલ ખાતેથી લેવાનું હતું પણ દિવસ દરમિયાન 20 જેટલા શિક્ષકોને જ તે મળતાં કચવાટની લાગણી જોવા મળી હતી.

મળતી માહિતી મુજબ આરોગ્ય લક્ષી પ્રમાણપત્ર લેવા માટે શિક્ષક સહાયકો જનરલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને દિવસ દરમિયાન તમામને સર્ટિફિકેટ મળી જશે તેવી આશા સેવી હતી પણ 20 જેટલા સહાયકોને જ પ્રમાણપત્ર મળતાં બાકીનાને પરત જવું પડ્યું હતું જેમાં દૂર દૂરના ગામોના શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. આ અંગે સીડીએમઓ ડો. કશ્યપ બૂચનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે, સર્ટિફિકેટ પૂર્વે જરૂરી એવા બ્લડ ટેસ્ટ, કાર્ડિયોગ્રામ, એક્સ-રે સહિતના પરીક્ષણો સમય માગી લે તેવા હોય છે. તેમની પાસે આવેલા તમામ 20 પ્રમાણપત્રોમાં સહી કરી આપી હતી. આ ઉપરાંત તેમને પાલારામાં કસ્ટોડિયલ ડેથ બાબતે પણ જવાનું હતું તેમ તેમણે ઉમેર્યું હતું. દરમિયાન અધારભૂત સૂત્રોના આક્ષેપો સાચા માનીએ તો સર્ટિફિકેટ લેવા આવેલા ભાવિ શિક્ષકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતના મુદ્દે બેદરકારી દાખવી હતી અને સ્ટાફ સાથે પણ વારંવાર તકરાર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો