તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:આમ આદમી પાર્ટી દ્વારા જાહેર માર્ગો પર કોઈએ પક્ષના પોસ્ટર ફાડી નાખતા પોલીસમાં ઘા

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલી સ્વરૂપે ભૂજ પોલીસ મથકમાં કસૂરવાર વિરુદ્ધ પગલાં લેવા આવેદનપત્ર આપ્યું

જિલ્લા મથક ભુજ ખાતે આજે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકરોએ શહેરના બસ સ્ટેશન, મંગલમ વિસ્તારમાં લાગેલા પક્ષના પોસ્ટરો કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડી પડાતા સીટી પોલીસ મથકે આવેદન પત્ર આપી કશુરવાર શખ્સો વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી હતી.

આવેદન પત્રમાં દર્શાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ હવે ગુજરાતમાં પણ વધી રહ્યું છે. ત્યારે બીજેપીના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના લાગેલા બેનરોને બીજેપી દ્વારા તોડી પાડવાની નીચી રાજનીતિ રમી રહી છે અને તેના અસામાજિક તત્વો દ્વારા પક્ષના બેનરો તોડવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભુજના મંગલમ વિસ્તારથી જ્યુબિલી સર્કલ થઈ આમ આદમી પાર્ટીના મહિલા અને પુરુષ સભ્યો શહેર પોલીસ મથકે લેખિત ફરિયાદ માટે અરજી આપી તટસ્થ કામગીરી કરવા માંગ કરી હતી. આ વેળાએ આમ આદમી પાર્ટી ના પ્રમુખ રોહિત ગોર, રાજેશ પિંડોરીયા ,નેહલ વૈદ્ય, ચિંતન ઠક્કર,પ્રકાશ સિંધલ,ગિરિરાજસિંહ જાડેજા,અંકિતા ગોર,વનરાજસિંહ વાઘેલા, ક્રિષ્ના ઠક્કર,માનસી જોશી,રાજેશ જબુઆણી, દિવ્યરાજસિંહ ચુડાસમા,અશ્વીન પીંડોરિયા,વિનોદ ગીર,મનિંદર સીંઘ,રફીક રાયમા સાથે અનેક જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...