ક્રાઇમ રિપોર્ટ:ટંકારાના છેતરપિંડીના ગુનામાં ભુજના ત્રણ યુવાનોને ઉઠાવાયા

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ નંબરના આધારે ભેદ ઉકેલાયો

મોરબીના ટંકારામાં નોંધાયેલા છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલવા માટે મોરબી પોલીસ ભુજ પહોંચી હતી અને ત્રણ યુવાનોને ઉઠાવી પુછપરછ કરી હતી. છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ સીમ ભુજનો હોવાથી ત્રણેયની પુછતાછ શરૂ કરાઇ હતી. આ ત્રણેય યુવાનો 20થી 24 વર્ષની વયના છે જેને પોલીસે પુછતાછ કરવા માટે ઉઠાવ્યો હતો. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, મોરબીના ટંકારામાં છેતરપિંડીનો એક ગુનો નોંધાયો હતો જેમાં જે મોબાઇલ નંબરનો ઉપયોગ કરાયો હતો તે ભુજમાંથી સીમ કાર્ડ રજીસ્ટ્રાર થયેલો હોવાનું બહાર આવ્યું હતું. મોરબી પોલીસ ભુજ પહોંચી હતી અને કેમ્પ વિસ્તારમાંથી બે શખ્સ તેમજ સંજોગનગરમાં રહેતા એક યુવાનને ઉઠાવી લીધો હતો. શનિવારે સાંજે આ ત્રણેય યુવાનને દબોચી પુછતાછ હાથ ધરી હતી, જેમાં એવું બહાર આવ્યું હતું કે આ યુવાનોએ સીમકાર્ડ રજીસ્ટ્રાર કરાવ્યું હતું અને એકબીજાને આપ્યું હતું. મોરબી ટંકારા પોલીસ ભુજ આવી તેમની પુછતાછ હાથ ધરી હતી અને રવિવાર સાંજ સુધી પુછપરછ ચાલુ રહી હતી, આ ત્રણેય શખ્સોની શુ ભુમીકા બહાર આવી તેમજ ધરપકડ કરવામાં આવશે કે પુછતાછ કરી મુકી દેવામાં આવશે તેના પરથી પડદો ઉંચકાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...