તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:લેવા પટેલ હોસ્પિટલની બહાર પાર્કિંગમાં જુગાર રમતા ત્રણ પકડાયા

ભુજ15 દિવસ પહેલા
 • કૉપી લિંક

લેવા પટેલ હોસ્પિટલની બહાર પાર્કિંગમાં ધાણી પાસાનો જુગાર રમતા ત્રણ શખ્સને પોલીસે 2,720ની રોકડ તથા 3,500ની કિંમતના બે મોબાઇલ સાથે ઝડપી પાડ્યા છે.એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે લેવા પટેલ હોસ્પિટલની બહાર પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન ધાણી પાસાનો જુગાર રમતા દિલીપ બચુભાઇ ઠકકર, હુશેન અલી હાલે પોત્રા અને લીયાકત અનવર મલેક નામના ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ રૂપિયા અને મોબાઇલ કબજે કરીને ત્રણે વિરૂધ જુગારધારાની કલમ તળે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો