તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગરપાલિકા:ભુજમાં ત્રણ અર્બન PHCમાં મળશે હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ, અઠવાડિયામાં એક વખત રિન્યૂ કરાવવાનું રહેશે

ભુજ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજમાં ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ આપવાનું શરૂ થઈ ગયું છે. જે દર અઠવાડિયે રિન્યૂ કરાવવાનું રહેશે.ભુજ નગરપાલિકાની એન.યુ.એલ.એમ. શાખાના મેનેજર કિશોર શેખાએ જણાવ્યું હતું કે, ચેતી અને જીવલેણ કોરોના વાયરસના સંક્રમણની દહેશત વચ્ચે લોક ડાઉનમાં ધીરેધીરે વધુને વધુ છૂટછાટ મળી રહી છે, જેથી રિક્ષા અને ટેક્સી ડ્રાઈવર ઉપરાંત શેરી ફેરીયા અને ડિલિવરી સર્વિસ સાથે સંકળાયેલાને અર્બન પી.એચ.સી.માં હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ આપવામાં આવે છે. જે દર અઠવાડિયે રિન્યુ કરાવવાના રહેશે. જે માટે વ્યાયામ શાળા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભુજ નગરપાલિકાની જૂની કચેરી સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રાજેન્દ્ર બાગ સ્થિત કચ્છ વિકાસ ટ્રસ્ટ કચેરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જે સ્થળેથી હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ આપવામાં આવે છે
બે દિવસમાં 455 કાર્ડ અપાયા
એન.યુ.એલ.એમ. શાખાના મેનેજરે જણાવ્યું હતું કે, બુધવારથી કાર્ડ આપવાનું શરૂ થયું છે. પ્રથમ દિવસે બુધવારે 50 કાર્ડ અપાયા હતા. ગુરુવારે 405 હેલ્થ કાર્ડ અપાયા છે. આમ કે દિવસમાં કુલ 455 હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે..

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો