તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરુણાંતિકા:ભચાઉના શિકારપુર ગામ નજીક નદીમાં ન્હાવા પડેલા ત્રણ કિશોરના ડૂબી જવાથી મોત

ભુજ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભૂમાફિયાઓએ રેતી મેળવવા નદીમાં કરેલા ખાડામાં ત્રણ જીવ ગયા

પૂર્વ કચ્છના શિકારપુર ગામ નજીક આજે બપોરે ઉગામણી બાજુ આવેલી નદીના ખાડામાં નહાવા ગયેલા ત્રણ કિશોરો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હોવાનો કરુણ ઘટના બની છે. બનાવની વાત કરવામાં આવે તો શિકારપુર ગામની પૂર્વ દિશાએ ખારી નદી આવેલી છે જેમાં પાણીના વહેણ બંધ છે, પરંતુ આ નદીમાંથી વર્ષોથી ભુમાફિયાઓ રેતી ઉપાડી રહ્યા છે જેના કારણે નદીમાં 15 થી 20 ફૂટના ખાડાઓ પડ્યા છે જેમાં નદીના તળમાથું કુદરતી ઝરા સ્વરૂપે પાણી આવતા ખાડાઓ ભરાયેલા રહે છે ત્યારે આજે બપીરે આ ખાડાઓમાં નહાવા પડેલા શિકારપુરના પ્રકાશ હાજા ગોહિલ ઉવ. 13, કમલેશ લાધો વાઘેલા ઉવ. 16 અને વાંધિયા ગામનો મુકેશ પ્રેમજી મિયોત્રા ઉવ. 13 નામના શ્રમજીવી પરિવારના બાળકો ખાડામાં ડૂબીને મૃત્યુ પામ્યા હતા. જેમના મૃતદેહોને લાકડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસમોર્ટમ માટે લવાયા હતા જ્યાં તેમના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.

હોસ્પિટલ બહાર ગ્રામજનો.
હોસ્પિટલ બહાર ગ્રામજનો.

આ પ્રકારની ખનીજ ચોરીના કારણે ત્રણ ત્રણ બાળકો મોતને ભેટ્યા હોવાનું ભચાઉ તાલુકા પંચાયતના સદસ્ય રામજીભાઈ ભુટકે જણાવ્યું હતુંબનાવની કરુણતા એ રહી હતી કે છેલ્લા પાંચ સાત દિવસથી શિકારપુર ગામમાં પાણી આવ્યું નહોતું ત્યારે આજે દલિત સમાજના પરિવારમાં દાડા નો પ્રસંગ હતો જેમાં સંબંધીઓ એકત્ર થયા હતા તે દરમ્યાન બપોરે જમણવાર પતાવ્યા બાદ નાહવા માટે આ ત્રણેય કિશોરો ગામની નદીમાં આવેલ ખાડાઓમાં ગયા હતા અને ડૂબીને મૃત્યુ પામ્યા હતા.

ઘટના સ્થળ બહાર પડેલા મૃતક બાળકોના કપડા
ઘટના સ્થળ બહાર પડેલા મૃતક બાળકોના કપડા

સ્કૂલમાં રજા હતી એટલે મામાના ઘરે રમવા આવ્યો, ને કાળ આંબ્યો
​​​​​​​વાઢીયામાં રહેતો બાળક કમલેશ સમાજમાં દિયાળો અને સ્કુલમાં રજા ચાલતી હોવાથી મામાના ઘરે પિતરાઈ ભાઈઓ સાથે રમવા આવ્યો હતો. ત્યારબાદ આ કરૂણ ઘટનાક્રમ બનવા પામ્યો હતો.

ત્રણ બાળકોની અર્થી એક સાથે ઉઠતા ગામ ગમગીન બન્યું
મંગળવારના રાત્રે મીત્રો અને મામા ફઈના ભાઈઓ એમ ત્રણ માસુમોના મૃત્યુથી આઘાતમાં સરી પડેલા શિકારપુર ગામમાં રાત્રીના ત્રણેયની અંતિમવીધી એક સાથે કરાતા ગામ આખુ જાણે હિબકે ચડ્યું હતુ અને હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો