નખત્રાણા તાલુકાના ગંગોણ ગામે અદાણીની પવનચક્કીના થાંભલા ઉભા કરવાનું કામ જોવા ગયેલા તરા મંજલના યુવકને ત્રણ શખ્સોઅે ઢીબી નાખતા કહ્યું હતું કે, અા કોન્ટ્રાકટ અબડાસાના ધારાસભ્ય પી.અેમ.જાડેજાના દિકરા અને દિલીપસિંહ પાસે છે તમારાથી જે થાય તે કરી લેજો. બીજી તરફ, બેરૂ રોડ પર અેક યુવકને બાઇક રોકાવી તું કેમ દરબારો સાથે ફરે છે તેમ કહી લાકડીથી માર મરાયો હતો. ગંગોણ ગામે ઉભા થતા થાંભલાને કારણે વધુ અેક માથાકુટ ઉભી થઇ છે અને બંને જૂથે સામસામે અેટ્રોસિટી અને માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.
તરામંજલમાં રહેતા ભરત કારુભાઇ મહેશ્વરીઅે રણજીતસિંહ (રહે. ગેલડા), જાલમસિંહ અને બળુભા ઉર્ફે બળવંતસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ગંગોણ ગામે અદાણીની પવનચક્કીના થાંભલાનું કામ ચાલુ હતું ત્યારે જોવા માટે ગયો હતો ત્યાં અાઠેક જણા ઉભા હતા, જેથી ત્રણેય અારોપીઅે ફરિયાદીને માર મારી જાતીઅપમાનીત શબ્દો બોલી કહ્યું હતું કે, પી.અેમ.જાડેજાના દિકરા અને દિલીપસિંહ તુંવરનું કોન્ટ્રાકટ છે તમારાથી જે થાય તે કરી લેજો.
બીજી તરફ, બેચરભાઇ રામજીભાઇ મેઘવાળ (રહે. મોટી વિરાણી, નખત્રાણા)વાળો પોતાના ઘરેથી બાઇકથી નિકળી ગાૈશાળા પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે કુમારસિંહ વિરસંગજી પઢીયાર (રહે. ભુજ)વાળાઅે બાઇકને રોકાવી કહ્યું હતું કે, તું દરબારો સાથે કેમ ફરે છે અને પવનચક્કીની કંપનીઅોમાં કેમ કોન્ટ્રાકટ રાખે છે તેમ કહી જાતી અપમાનીત કરી ગાડીમાંથી લાકડી કાઢી માર માર્યો હતો. ફરિયાદીઅે કુમારસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી.
નખત્રાણાના લક્ષ્મીપરમાં બે મિત્રો વચ્ચે બોલાચાલી થઇ
લક્ષમીપરમાં રહેતા વેલા કરમશીભાઇ રબારી દુધ દેવા માટે ગયા હતા ત્યારે ચના રાણા રબારી (રહે. લક્ષમીપર)વાળો ત્યાં અાવી માથાકુટ કરી કહ્યું હતું કે, તું મારા કાકાઇ ભાઇ કમાભાઇ સાથે કેમ ઝઘડો કરે છે જેથી ફરિયાદીઅે કહ્યું કે તે મારા મિત્ર છે અને અમારા સબંધ છે. જો કે ચના રાણા ઉશ્કેરાઇ જઇ લાકડીથી માર મારતા ઇજાઅો પહોંચી હતી. નખત્રાણા પોલીસ મથકે ચના રબારી સામે ફરિયાદ નોંધાવી હતી.
મુન્દ્રામાં મજાકમાં બે યુવકોને ચાર જણે માર માર્યો
મુન્દ્રાના વાંકલ બજારમાં મિત્રોના બે જુથ વચ્ચે મજાક-મસ્તી બાબતે મારામારીનો બનાવ બન્યો હતો, જે મામલો અંતે પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. રાહુલ પચાણભાઇ મહેશ્વરીઅે અમન છતાણી, રીઝવાન વીરા સીદીક, અાસીફ ઉર્ફે લોલી ખોજા અને મહેંદી જખરીયા જત (રહે. તમામ મુન્દ્રા)વાળા સામે મારામારી અને અેટ્રોસિટીની કલમ તળે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.