કર્મચારીઓની અછત:કચ્છ સિંચાઇ વિભાગ પર ત્રણ યોજનાની રૂા. 4,375 કરોડના કામની જવાબદારી, પણ મહેકમ માત્ર 36 ટકા

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર વિભાગ માટે 281 કર્મચારીની જરૂર સામે ભરાયેલી જગ્યા માત્ર 103

કચ્છને વધારાના પાણી માટે વર્ષોની લડતનો અંત ગત મહિને આવ્યાના સમાચાર આવ્યા. જે અંતર્ગત 18મી જાન્યુઆરીએ 4375 કરોડની વહીવટી મંજુરી મળી. આગામી નજીકના સમયમાં આ સારણ જળાશય, ટપ્પર ડેમ અને નિરોણા ડેમ સુધીની પાણીની પાઇપલાઇન નાખવાના કામ આઇસીબી મુજબ ટેન્ડરિંગ થશે. પરંતુ આ કામની જવાબદારી જે વિભાગને સોંપાઈ છે, તે સિંચાઇ વિભાગનું મહેકમ માત્ર ચાલીસ ટકા જ છે. અધિક્ષક ઇજનેર પણ ચાર્જમાં છે, તો ચાર વિભાગમાંથી માત્ર એક જગ્યાએ જ કાર્યપાલક ઇજનેર નિયમિત છે, બાકીની ત્રણ જગ્યા પર નાયબ કાર્યપાલક ઈજનેરને ચાર્જ સોંપાયો છે.

કચ્છ સિંચાઇ વર્તુળની રચના બાદ જિલ્લાના વિશાળ વિસ્તાર મુજબ ચાર વિભાગ પાડવામાં આવ્યા. કચ્છ સિંચાઇ વિભાગ, કચ્છ સિંચાઇ બાંધકામ વિભાગ, ક્ષાર નિયંત્રણ વિભાગ અને જળ સંપતિ સંશોધન વિભાગ. આ ચારેય વિભાગને જિલ્લાના વિસ્તાર મુજબ તાલુકા ફાળવવામાં આવ્યા. કચ્છમાં ખેતી માટે સિંચાઇ મહત્વનું પરિબળ છે, ત્યારે તે જ ખાતામાં વહીવટી અને તકનીક જગ્યાઓ માત્ર છત્રીસ ટકા જ ભરેલી હોય એ કામગીરી પર અસરકર્તા ચોક્કસ બને.

કચ્છ સિંચાઇ વર્તુળમાંથી ઉપલબ્ધ માહિતી મુજબ કુલ 22 સંવર્ગ જગ્યાઓ પર 281નું મહેકમ મંજૂર થયેલું છે, તેની સામે ભરાયેલી જગ્યા માત્ર 103 છે અને બાકીની 178 જગ્યા ખાલી છે. અમુક જગ્યા પર કરાર આધારિત ભરતી કરાઇ છે. હવે જ્યારે સારણ જળાશય, ટપ્પર ડેમ અને નિરોણા ડેમ સુધીની પાણીની પાઇપલાઇન નાખવાની બહુ મોટી કામગીરી અને વિધાનસભા ચુંટણી નજીકમાં છે, ત્યારે ઝડપથી કામ કરવાની જરૂર પડશે તો પહોંચી વળે તેવી સંખ્યા જ નથી.

હજારો કરોડના કામ શરૂ થશે ત્યારે અલબત આંતરરાષ્ટ્રીય કોમ્પિટીશન બીડ આમંત્રિત કરાશે. જે કંપની સરકારી ધારાધોરણ મુજબ ખરી ઉતરશે તેને કામ સોંપાશે, ગુણવત્તા માટે પણ એજન્સી નક્કી કરાશે, એટલે સિંચાઇ વિભાગનું ઘણું કામ ઘટશે. પરંતુ જે મહેકમ મુજબ હોવો જોઈએ તેટલો સ્ટાફ પણ નથી.

મહત્વની દસ જગ્યાઓ કે જયાં મોટી ઘટ

સંવર્ગનુંમંજૂરભરાયેલખાલી
નામજગ્યાજગ્યાજગ્યા
અધિક્ષક ઇજનેર345
કાર્યપાલક ઇજનેર101
ના. કાર્યપાલક ઇજનેર19127
ભૂસ્તરશાસ્ત્રી-2101
મ.ઇ./અમઇ/ઓશી.1366076
કલાર્ક46739
પટાવાળા311615
ચોકીદાર14311

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...