તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ભુજ તાલુકામાં 3 હુમલાના બનાવમાં બે પરિણિતા સહિત ત્રણ જણને ઇજા

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બળદીયા ગામે પત્ની સાથે અણબનાવ હોતા ઘરે અાવી ત્રણ જણે ધોકાવ્યો
  • ભુજ અને માધાપરમાં પત્નીને સાસરીયા અને પતિઅે માર મારતા ઇજા

ભુજ શહેરના રેલ્વે સ્ટેશન પાસે તેમજ માધાપર અને બળદીયામાં હુમલાના બનાવમાં બે પરિણિતા સહિત ત્રણને ઇજાઅો પહોંચી હતી. બળદીયા ગામે પત્ની સાથે અણબનાવ હોતા ઘરે અાવી ત્રણ જણે ધોકાવ્યો તો ભુજ અને માધાપરમાં પત્નીને સાસરીયા તેમજ પતિ દ્વારા માર મરાતા ઇજાઅો પહોંચી હતી.

ભુજના રેલવે સ્ટેશન નજીક અાવેલા બાપાદયાળુ નગરમાં રહેતી ફરીદાબેન સુલેમન શેખ (ઉ.વ.20)વાળી પોતાના ઘરે હતી ત્યારે પતિ સુલેમાન તથા સાસુ અમીનાબે શેખ બંનેઅે સાવરણી વડે માર મારતા હતભાગી પોતાના માવતર અંજાર હોસ્પિટલમાં દાખલ થઇ હતી, બાદમાં વધુ સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જે અંગે બી ડિવિઝન પોલીસે અાગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી હતી. માધાપરના નવાવાસમાં અેકતા નગરમાં રહેતી કાજલબેન દીલીપદાન ગઢવી (ઉ.વ.33) સવારે નવ વાગ્યે પોતાના ઘરે હતી ત્યારે તેના પતિ દીલીપદાને પટ્ટા વડે માર મારતા ઇજાઅો પહોંચી હતી, સારવાર પરિણિતાની ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

માનકુવા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ, બળદીયા ગામે રહેતા રમજાન ઇસ્માઇલઝાકીર મેમણ (ઉ.વ.32)વાળાઅે અારોપી અલ્તાફ હુશેનભાઇ (રહે. સંચરા, તા. મુન્દ્રા) તેની સાથે અાવેલા બેથી ત્રણ ઇસમો સામે ફોજદારી નોંધાવી હતી. તા. 3-7ના સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે ફરિયાદીની પત્ની સાથે અણબનાવ હોઇ અલતાફ અને તેની સાથેના શખ્સોઅે ઘરે અાવી મનદુખ રાખી ફરીયાદી તથા તેની પત્નીને લાકડીથી માર મારી, છરી બતાવી ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...