હુમલો:ભુજના હુમલાના 3 બનાવમાં બે મહિલા સહિત ત્રણને ઇજા

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેમ્પ અેરિયાના 2 બનાવ તો ત્રીજો હમીરસર તળાવ પાસેનો

ભુજ શહેરના કેમ્પ અેરિયા વિસ્તારમાં હુમલાના બે બનાવ બન્યા હતા જેમાં બે મહિલાઅોને ઇજા પહોંચી હતી, તો ત્રીજા બનાવમાં શહેરના હમીરસર તળાવ પાસે લેકવ્યુ હોટેલ નજીક બન્યો હતો. હુમલાના ત્રણ બનાવમા બે મહિલા સહિત કુલ ત્રણને ઇજાઅો પહોંચતા સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કેમ્પ વિસ્તારમાં કચ્છ મિત્ર પાસે રહેતા સમીમ અબ્દુલઅઝીજ સમેજાને તેના પતિઅે માર મારતા નાકના ભાગે ઇજાઅો પહોંચી હતી. તો બીજી બાજુ મેન્ટલ હોસ્પિટલ પાસે રહેતા સોનલબેન સરદારખાન જતને તેના ભાણેજાઅે મુઢ માર મારતા ઇજાઅો પહોંચી હતી. બંને બનાવમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા બાદ પોલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.

માંડવીના દરશડીમાં મામાને ભાણેજાઅે માર્યો
માંડવીના દરશડી ગામે રાજુભા કેણજી જાડેજા પોતાના ઘરે હતા ત્યારે તેમના ભાણેજાઅે જ ઘરે અાવીને માર મારતા ઇજાઅો પહોંચી હતી, સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ ગઢશીશા પોલીસે અાગળની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...