તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ભુજમાં છરીથી હુમલાના ત્રણ બનાવમાં મહિલા સહિત 3 ઘવાયા

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કેમ્પ એરિયાના બે બનાવમાં કિશોરને શખ્સે જખ્મી કર્યો, તો યુવકને યુવતીએ છરી મારી
  • કોઠાવાવ પાસે મકાનના કબજા મુદે પરિવાર બાખડયા મહિલાને છરી વાગી

ભુજમાં મારા મારીના અલગ અલગ ત્રણ બનાવોમાં એક મહિલા તેમજ કિશોર તથા યુવકને છરીથી ઇજા પહોંચાડાતાં ત્રણેયને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. પોલીસે બનાવોની નોંધ લઇ તપાસની કાર્યવાહી કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ કેમ્પ એરિયામાં જનતાનગરી ડીપી ચોક ખાતે રહેતા 17 વર્ષીય ધીરજ રામપ્રકાસ વિશ્વકર્માને કાસુડા નામના યુવકે છરી મારીને ડાબા હાથની આંગડીમાં ઇજા પહોંચાડતાં ઘાયલ કિશોરના ભાઇ કિષ્ણા રામપ્રકાસ વિશ્વકર્માએ જી.કે.જનરલ હોસ્પિટલમાં એમએલસી નોંધાવી હતી.

તો, ડીપી ચોક જેષ્ટાનગરમાં રહેતા કાદર ઇબ્રાહિમ ખલીફાએ હોસ્પિટલ પોલીસ ચોકીમાં એમએલસીમાં નોંધાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે તેમના મિત્ર કાસમ સીકંદર સૈયદ (ઉ.વ.20)ને મેન્ટલ હોસ્પિટલની સામે હસીનાની દિકરીએ માથાના ભાગે છરી મારી ઇજા પહોંચાડતાં સારવાર માટે દાખલ કરાવ્યો છે.

જ્યારે અન્ય એક બનાવમાં ભુજના કૈલાસનગર ખાતે રહેતા એકતાબા ઉમેદસિંહ જાડેજા (ઉ.વ.37)નો આશાપુરા મંદિર સામે કોઠાવાવની બાજુમાં મકાનના કબજા બાબતે તેમના દઇયર વિજયસિંહ બહાદુરસિંહ જાડેજા તથા તેમના પત્નિ વિજ્યાબા વિજયસિંહ જાડેજા સાથે ઝઘડો થતાં ઝપાઝપીમાં એકતાબાને છરી વાગી જતાં તેમના પતિ ઉમેદસિંહ બહાદુરસિંહ જાડેજા સારવાર માટે જી.કે.માં લઇ આવ્યા હતા. અને એમએલસીમાં નોંધ કરાવી હતી. પોલીસે બનાવોની જાણવા જોગ નોંધ પરથી આગળની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...