તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળ સારવાર:અઠવાડિયામાં ત્રણ દર્દીઓની કેન્સરની જટિલ સર્જરી કરાઇ

આદિપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

આદિપુરમાં આવેલી રામબાગ હોસ્પિટલમાં જનરલ સજૅન ડૉક્ટર દ્વારા એક જ અઠવાડિયામા 3 દર્દીઓની કેન્સરની જટિલ સજૅરીઓ પાર પાડવામાં આવી હતી, જેમાં 2 દર્દીઓ છાતીના કેન્સર થી પીડાતા હતા, જયારે અન્ય દર્દી અંડાશયનુ કેન્સરથી પીડાતા હતા.

સમયાંતરે દર્દીની તબિયતમાં સુધારો થતાં દર્દીઓને હોસ્પિટલથી સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી હતી. અત્યારે દર્દીઓની આગળની ડોઝ અને શેકની સારવાર ચાલી રહેલ છે. આવી જટિલ સજૅરી ધરઆગંણે થઈ જતા ત્રણે દર્દીઓને હોસ્પિટલ અને સ્ટાફ માટે માટે હર્ષ ઉલ્લાસ ની લાગણી વ્યક્ત કરી હતી. જનરલ સર્જન ડૉ. કિશન કટુઆ, હોસ્પિટલ સુપ્રિટેન્ડેટન્ટ ડૉ. અનુપ શ્રીવાસ્તવ વગેરે હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રામબાગ હોસ્પિટલમાં જટિલ કહી શકાય તેવી સર્જરીઓ થઈ રહી છે. સમગ્ર સંકુલમાં ઔદ્યોગિક વસાહતોનું બહોળું પ્રમાણ હોવાને કારણે અહીં રામબાગ હોસ્પિટલ સૌ માટે મદદરૂપ થઇ રહી છે. એક તરફ સંકુલની વિવિધ સંસ્થાઓ હોસ્પિટલમાં જુદીજુદી કામગીરીમાં સહકાર આપી રહી છે, તો અહીંના તબીબો પણ કચ્છના જુદાજુદા ગામોમાં સેવાકીય ટ્રસ્ટો સાથે જોડાઈને પોતાની સેવા આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...