તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિનવારસી ચરસ ઝડપાયું:જખૌના શેખરણપીર ટાપુ પાસેથી ચાર લાખના 3 ચરસના પેકેટ મળી આવ્યા, દરવર્ષે 3 કરોડ જેટલું ચરસ ઝડપાય છે

નારાયણ સરોવર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ વર્ષે અંદાજે ત્રણ કરોડના 202 ચરસના પેકેટ બિનવારસુ મળી આવ્યા છે

દરિયો પોતાની પાસે કયારે કાંઇ રાખતો નથી તે કહેવત કચ્છના સરહદી દરિયાઇ વિસ્તારમાં સાચી ઠરી છે. જિલ્લાના ક્રિક વિસ્તારમાં અવાર નવાર ચરસના બિનવારસુ પેકેટ મળી આવ્યા છે ત્યારે જખૌ નજીક શેખરણપીર ટાપુ પાસેથી ચાર લાખ રૂપિયાની કિંમતના 3 ચરસના બિનવારસુ પેકેટ મળી આવ્યા છે.

ચરસ કોણ ફેંકી જાય છે તે કોયડો વણઉકલ્યો જ છે
જખૌ કોસ્ટગાર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શેખરણપીર ટાપુ પરથી ચરસના ત્રણ પેકેટ મળી આવ્યા હતા. અંદાજે ત્રણ કિલો ગ્રામ ચરસનો જથ્થો કોસ્ટગાર્ડની ટીમે હસ્તગતકરી આ ત્રણ પેકેટની બજાર કિંમત ચાર લાખ રૂપિયામાં આંકવામાં આવી રહી છે. જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા અગાઉ કરવામાં આવેલી કાર્યવાહીનો સિલસિલો હજુ ચાલુ છે અને અત્યાર સુધી 3 કરોડ (આશરે)ની કિંમતના 202 પેકેટ મળી આવ્યા છે. સુત્રોના મતે હજુય અનેક પેકેટ દરિયામાં ઝાડીઓમાં ફસાયેલા હશે અને ભરતી ટાણે કિનારા પર પહોંચી આવવાની શક્યતા સેવાઇ રહી છે. દરિયામાં હજુ કેટલા પેકેટ છે અને બિનવારસુ જથ્થા પાછળ કોણ જવાબદાર છે અને કોણે જથ્થો દરિયામાં ફેંકયો છે તે કોયડો ઉકેલાશે કે નહીં તે યક્ષ સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો