તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ધ્રબુડીના કાંઠેથી ચરસના વધુ ત્રણ પેકેટ મળી આવ્યા

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં ત્રણ દિવસમાં મળેલા કેફી દ્રવ્યના પેકેટનો આંક 36 પર પહોંચી ગયો

માંડવી તાલુકાના ધ્રબુડી ગુંદીયાળી નજીક આવેલા ધ્રબુડી તીર્થધામ પાસેના દરિયા કિનારેથી ગુરુવારે ચરસના વધુ ચાર પેકેટ મળી અાવતા બે દિવસમાં મળેલા કેફી દ્રવ્યના પેકેટનું આંક 17 થયો છે. માંડવી સાગર રક્ષક દળના જવાનો બુધવારે રાત્રે પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ધ્રબુડીના કાંઠેથી દરિયાના પાણીમાં તણાઇ આવેલા અને બિનવારસુ હાલતમાં પડેલા ચરસના 13 પેકેટ મળી આવતા પોલીસ કાફલો દરિયા કિનારે પહોંચી ગયો હતો.

દરમિયાન પોલીસ અને એસઆરડીના જવાનોની ટીમે ગુરુવારે પણ તલાસી જારી રાખતા વધુ 4 પેકેટ મળી આવ્યા હતા. પકડાયેલા ચરસની કિંમત રૂા. 25.50 લાખ આંકવામાં આવી છે. માંડવીના પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર બારોટ તથા ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર આરસી ગોહિલની રાહબરી તળે હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઇ, સંજયકુમાર, દિવ્યેશભાઇ, મેહુલકુમાર, દિનેશ પરથીજી તથા એસઆરડીના સંજયસિંહ જાડેજા, અરવિંદ જોશીની અલગ-અલગ ટીમો કામે લાગી હતી. આ પૂર્વે જખાૈ પાસે હયાત બેટના કિનારે 19 ચરસના પેકેટ કોસ્ટગાર્ડે પકડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...