તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફળ સારવાર:ત્રણ માનસિક દિવ્યાંગો સ્વસ્થ થતાં દિપાવલીના પર્વે ઘર તરફ પ્રણાય કર્યું

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

માનવજ્યોત સંસ્થા દ્વારા સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા ખાતે ત્રણ માનસિક દિવ્યાંગો સ્વસ્થ થતાં દિવાળીના મહાપર્વે ઘર તરફ પ્રણાય કર્યું હતું. બિહારના બે તથા ઉત્તરપ્રદેશના અેક અેમ ત્રણ માનસિક દિવ્યાંગોને માનવજ્યોતના સામાજિક કાર્યકર દિનાનાથજી તેમના ઘર સુધી પહોંચાડશે અને પરિવાર સાથે ઘણા વર્ષો બાદ પાવન અવસરે મિલન થશે જેથી પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી હતી. ત્રણ માનસિક દિવ્યાંગોને શુભેચ્છા પાઠવતો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં કિશોરસિંહ દાનુભા જાડેજા (ખેડોઇ હાલે ભુજ), મોહનસિંહ માધુભા જાડેજા (વાડાપદ્ધર-અબડાસા) ખાસ હાજર રહ્યા હતા અને શુભેચ્છાઅો પાઠવી હતી. રામદેવ સેવાશ્રમ ખાતેથી 3 વર્ષમાં લગભગ 378 જેટલા માનસિક દિવ્યાંગો સ્વસ્થ થઇને પોતાના ઘર સુધી પહોંચ્યા છે. સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવર, સુરેશભાઇ મહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, અાનંદ રાયસોની, શંભુભાઇ જોષાી, પ્રવિણ ભદ્રાઅે ઘરે જઇ રહેલા દિવ્યાંગોને હાર પહેરાવી તથા મોઢું મીઠું કરાવીને શુભેચ્છાઅો પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા પંકજ કુરૂવા, મહેશભાઇ ઠક્કર, મનીષ મારાજ અને વાલજી કોલીઅે સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો