ક્રાઇમ:ભુજમાં ધંધાની જગ્યાએ બેસવા મુદે યુવાન પર ત્રણ જણનો હુમલો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં કાર અથડાયા બાદ મારકૂટ કરાઇ

ભુજના હમીસર નજીક રમકડા વેચતા યુવાનને ધંધાની ત્રણ જણાઓએ લોખંડના પાઇપથી માર માર્યો હતો, તો ગાંધીધામમાં મોડર્ન સ્કુલ પાસે કાર અકસ્માતમાં યુવકને બે શખ્સે લોખંડના સળીયાથી ફટકાર્યો હતો. બન્નુ બનાવોની ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધ્યો હતો.

હમીસર તળાવ પાસે ધંધો કરતા અને માધાપર ભાદરકા સોસાયટીમાં રહેતા જીતુ હમીરભાઇ પટ્ટણી (ઉ.વ.35)એ સંજય ચમન ડાભી, પુજા સંજય ડાભી અને સંજય અશોક દેવીપુજક વિરૂધ ભુજ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ અમારી ધંધાની જગ્યાએ કેમ બેઠો છો કહીને લોંખંડના પાઇપથી માર મારી ઇજા પહોંચાડી હતી. તો, બીજી તરફ ગાંધીધામના સપનાનગરમાં રહેતા નિતિન શિવચરણ અગ્રવાલે ફરિયાદ નોંધાવી છે કે, તે પોતાના નાના ભાઇ રાહુલ સાથે કારમાં જઇ રહ્યા હતા ત્યારે ગત બપોરે બાજુમાંથી પસાર થયેલી અલ્ટો કાર જેના ઉપર પ્રેસ લખેલું હતું તે કારમાં જરાક ટચ થયા બાદ પ્રેસ લખેલી કારમાંથી ઉતરેલા નરેશ ગોસ્વામી અને અસલમ મથડાએ મોડર્ન સ્કુલ પાસે તેમની કાર રોકાવી અસલમ મથડા લોખંડનો સળિયો લઇને બહાર નિકળ્યો હતો, બન્ને જણાએ ગાળો બોલી અસલમે તેમના માથામાં સળિયો ફટકારી માથામાં ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...