તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ભુજમાં મારામારીના 3 બનાવમાં ત્રણ ઇજાગ્રસ્ત, 11 સામે ફોજદારી

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાવડા રોડ નજીક પૈસાની લેતીદેતી મુદ્દે છરી સાથે ત્રણ શખ્સો યુવક પર તૂટી પડ્યા
  • કેમ્પ અેરીયામાં ઘર પાસેથી સામાન લેવા મુદ્દે પરિવારે ધોકાવ્યો

ભુજ શહેરમાં પૈસાની ઉઘરાણી, ઘર પાસે શેરીમાં અાંટાફેરા કરવા અને સામાન ઉપાડવા મુદ્દે મારામારીની ત્રણ ઘટનામાં ત્રણને ઇજાઅો પહોંચી હતી તો બે મહિલા સહિત 11 સામે ભુજ બી ડિવીઝન પોલીસ મથકે જુદી જુદી ત્રણ ફોજદારી નોંધાઇ છે.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેરની લોટસ કોલોનીમાં રહેતા બુધાલાલ પનારામ ચાૈહાણ (ઉ.વ.23) પોતાની નોકરીઅે જઇ પરત ઘરે ફરી રહ્યો હતો ત્યારે દુકાને ઉભેલા જયેશ ઉર્ફે અજય વીરુ વાલ્મિકી અને શક્તિ શેખર રાજપુત બંને જણાઅે ઉભો રખાવી કહ્યું કે તુ અમારી શેરીમાં કેમ અાવજાવ કરે છે તેમ કહી ગાળો ભાંડી ધાક ધમકી કરી હાથમાં છરી ઝીંકી દેતા ઇજાઅો પહોંચી હતી. હતભાગીને ભુજ બી ડિવિઝન પોલીસ મથકે અજય અને શક્તિ સામે ફોજદારી નોંધાવી હતી.

શહેરના કેમ્પ અેરીયામાં મેન્ટલ હોસ્પિટલ પાછળ રહેતા બ્રીજેશ બાલકૃષ્ણ ગોર પોતાના ઘરનું કામ કરાવ્યું હોઇ ઘરના બહાર પત્થરા, રેતી સહિતનો સરસામાન પડયો હતો જે તેના પાડોશીને વ્યાજબી લાગતુ ન હોઇ તેને હટાવવા કહ્યું હતું, જો કે ફરિયાદી કામકાજ પુરુ થયા પછી હટાવી લેશે તેવી વાત કરી હતી. શનિવારે સાંજે સાતેક વાગ્યાના અરસામાં પિતાઅે ફોન કરી જાણ કરી કે પાડોશી બધુ સામાન છકડામાં ભરીને લઇ જાય છે જેથી તે ઘર પાસે અાવતા અનવરભાઇ માંજોઠી, છકડાવાળા માંજોઠી ભાઇની ઘરવાળી, શાયદા ફારૂક કુરેશી, ફારૂક કુરેશી અને રોશનબેન કુરેશી સાથે મળી ધોકા તેમજ હાથો વડે માર મારી ઇજાઅો પહોંચાડતા તેની સામે બી ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.

બીજી તરફ, ભુજની ભાગોળે ખાવડા રોડ પર બાબુભાઇ જયરામ દેવીપુજક (ઉ.વ.24) વાળાઅે સોમાભાઇ દેવીપુજક, દિનેશ સોમાભાઇ દેવીપુજક અને સુંતાબેન સોમાભાઇ સામે ફોજદારી નોંધાવી હતી, ફરિયાદીના ભાઇઅે તેમના પાસેથી પૈસા લીધા હોઇ તે પરત અાપતો ન હોવાથી ફરિયાદીને પૈસા પરત અાપવા વાત કરવાની કહી હતી, ફરિયાદીઅે તેના ભાઇને વ્યવહાર કર્યો છે તો તેની પાસેથી જ પૈસા પરત માંગજો તેવુ કહેતા ત્રણેય ઉશ્કેરાઇ જઇ માર માર્યો હતો. હતભાગીને ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ત્રણેય સામે ફોજદારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...