ધરપકડ:કોટડા ચકારની વાડીમાંથી 1.80 લાખના દારૂના જથ્થા સાથે ત્રણ પકડાયા : ત્રણ ફરાર

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • LCBઅે 408 બોટલો અને 15,300ના ત્રણ મોબાઇલ સહિત 1.94 લાખનો મુદામાલ કબજે કર્યો

પધ્ધર પોલીસ હદ વિસ્તારમાં આવતા કોટડા (ચકાર) ગામે આવેલી વાડીમાં એલસીબીએ છાપો મારીને વાડીની ઓરડીમાંથી રૂપિયા 1,79,100ની કિંમતની વિદેશી શરાબની બોટલ નંગ 408 તેમજ રૂપિયા 15,300ની કિંમતના ત્રણ મોબાઇલ સાથે વાડી માલિક જાબુડી ગામના બે ભાઇઓ સહિત ત્રણને દબોચી લીધા હતા. જ્યારે અન્ય ત્રણ શખ્સો હાથ લાગ્યા ન હતા.

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુધવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં કોટડા ચકાર ગામની સીમમાં આવેલી જાંબુડી ગામના રવીરાજસિંહ પ્રદિપસિંહ જાડેજા (ઉ.વ.26) અને હિતેન્દ્રસિંહ પ્રદિપસિંહ જાડેજા (ઉ.વ.28)ની કબજા ભગવટાની વાડીમાં ઓરડીમાંથી રૂપિયા 1.79,100ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલા બોક્ષ પકડી પાડ્યા હતા.

દરોડા દરમિયાન હિતેન્દ્રસિંહ જાડેજા, રવીરાજસિંહ જાડેજા તથા કેશુભા ઉર્ફે કિશોરસિંહ રવુભા જાડેજા (ઉ.વ.28) રહે મોટા રેહા પકડાઇ ગયા હતા. જ્યારે ગીરીરાજ ઉર્ફે ગીરીશ રાણાભાઇ લુહાર તથા તેની સાથેના બે અજાણ્યા ઇસમો હાથ લાગ્યા ન હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 1,79,100નો દારૂ અને ત્રણ મોબાઇલ સહિત 1,94,400નો મુદામાલ કબજે લઇ તમામ વિરૂધ આગળની કાર્યવાહી માટે પધ્ધર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...