કાર્યવાહી:મિરજાપર જમીન વિવાદમાં ધમકી આપનારા નામની ભાળ મળી ગઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધરપકડ કરી બાદમાં કોણે ફોન કરાવ્યો તેનું નામ ઓકાવાશે

મીરજાપર રોડ પર આવેલા સર્વે નંબર 30 113 પૈકી 13 વાળી જમીન કૌભાંડ અંગે સામ-સામી ફોજદારી નોંધાઈ ચુકી છે ત્યારે ગત રાત્રે જમીનમાં પાર્ટનરને અજાણ્યા શખ્સે ફોન કરી ધાક-ધમકી કરતા મથકે ફોજદારી નોંધાઇ હતી. ફોન કરનાર ઇસમ શૈલેષ પટેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે, તેની ધરપકડ કર્યા બાદ કોણે ફોન કરાવ્યો તેનું નામ અોકાવાશે. મસ્કત રહેતા ધનસુખભાઈ હરજીભાઈ પટેલે પોતાના મિત્ર અંબાલાલ ઉર્ફે શંકરભાઈ દેવજીભાઇ પટેલને મીરઝાપરની જમીનમાં પાર્ટનર બનાવ્યા છે.

બે દિવસ પૂર્વે અંબાલાલને સતિષભાઈ નામના શખ્સે ફોન કરી કહ્યું કે, સતીશ બોલું છું, તમે 30 નંબરમાં ખુચ કરીને બેઠા છો. મારો નંબર સેવ કરી લેજો તમે ધનસુખભાઈના પાસપોર્ટને ખોટા સાચા રજૂ કર્યા છે હવે ઝેરોક્ષ નહીં ચાલે, તમારો રસ્તો વેળાસર કાઢી લેજો” ફોન કરનાર ઇસમના નંબર પરથી તપાસ કરતા અા શખ્સનું નામ શૈલેષ પટેલ હોવાનું ખુલ્યું છે.

અા અંગે તપાસનીસ ઉપેન્દ્ર રાણાઅે જણાવ્યું હતું કે, શૈલેષ પટેલ નામના શખ્સે મોબાઇલ નંબર પરથી ફરિયાદીને ફોન કર્યો હતો અને તેણે કોના ઇશારાથી ફોન કર્યો તેની ધરપકડ કર્યા બાદ નામ અોકાવાશે. નોંધનીય છે કે, અંબાલાલ પટેલે વાસુદેવ ઠક્કર, નિશાંત ઠક્કર, વિનોદ ઉર્ફે લાલો રેલોન, કૃણાલ વિનય રેલોન, હર્ષદ સોનગેલા, દિનેશ જોબનપુત્રા અને તત્કાલીન મામલતદાર એ.બી. રોહિત સહિત આઠ સામે ફોજદારી નોંધાવી હતી.

શૈલેષ નામના શખ્સની બેઠક ભુજના બિલ્ડરની અોફીસ પર
શહેરના જ્યુબિલી સર્કલથી જી. કે. જનરલ હોસ્પિટલ માર્ગ પર અાવેલા બિલ્ડરની અોફીસ પર શૈલેષ નામનો ઇસમ બેસે છે. અગાઉ ફરિયાદીઅે અાઠ શખ્સો સામે ફોજદારી નોંધાવી હતી, તે પિતા-પુત્રની અોફીસ પર જ અા શૈલેષ નામના ઇસમની બેઠક છે. અામ, બિલ્ડરના કહેવાથી શૈલેષ પટેલે ફોન કર્યો હોઇ શકે તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...