તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રમજાનમાં સેવા:રમજાનમાં ફ્રુટના હજારો કિલોનું રાહતભાવે વેચાણ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા પાંચેક વર્ષથી ‘ન નફો, ન નુકસાન’ના ધોરણે યુવાનોનું આયોજન
  • હાલ ભાવ આસમાને છે તેવામાં ભુજમાં બે જગ્યાએ સ્ટોલ ઉભા કરાયા, રોજીંદા ફ્રુટ અને લીંબુનુ વકરો

રમજાન માસ ટાણે ફળ-ફ્રુટના ભાવ આસમાને પહોંચી જાય છે. રોઝેદારો દરરોજ ફ્રુટથી રોજો ખોલતા હોવાથી અમુક લોકોને મોંઘા ફ્રુટ ખરીદવા પરવડે તેમ ન હોવાથી છેલ્લા પાંચેક વર્ષથી ભુજમાં ન નફો, ન નુકસાનના ધોરણે ફ્રુટ સ્ટોલ ઉભો કરાય છે જેમાં રાહતદરે ફ્રુટ વેચાણ થાય છે. આ વર્ષે ભુજમાં બે સ્ટોલ પર હજારો કિલો જથ્થો રોજીંદા ફ્રુટનું વેચાણ થાય છે. આખો દિવસ રોઝામાં રહ્યા બાદ મુસ્લિમ બિરાદરો સાંજે ખઝુર, ફ્રુટ અને લીંબુપાણી પણ વધારે જોર આપે છે ત્યારે રમજાન માસ પહોંચતા જ ફ્રુટના ભાવોમાં માનવસર્જીત ભાવ વધારો કરી દેવામાં આવે છે. અમુક નબળા અને મધ્યમવર્ગના લોકોને આ ભાવો પરવડે તેમ ન હોવાથી તેઓ ફળ-ફ્રુટ ખરીદી શકતા નથી.

પાંચેક વર્ષ અગાઉ ભુજના યુવાનોને રમજાન માસમાં ફ્રુટ સસ્તા ભાવે મળી રહે તે માટે સ્ટોલ ઉભો કરવાનો વિચાર આવ્યો હતો અને તેના પર અમલીકરણ કરાયું હતું. છેલ્લા પાંચેક વર્ષથી આ સેવાકીય કામગીરીમાં આયોજકોને ખોટ પણ જાય છે પણ સેવાનું કામ હોવાથી તે સક્ષમ આયોજકો તરફથી સરભરા થઇ જાય છે. આ વર્ષે ભુજમાં બે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, એક ભીડ ગેટ પાસે અને બીજો ખારસરા ગ્રાઉન્ડ રોડ ઉસ્તાદવાળી મસ્જીદ બહાર.

બંને સ્ટોલ પર યુવાનો તરફથી સસ્તા ભાવે ફ્રુટનુ વેચાણ કરાય છે. ખાસ કરીને રોજીંદા ફળ-ફ્રુટ જેવા કે કેળા, શકરટેટી, દાડમ, તરબુચ, સફરજન તેમજ લીંબુનુ વેચાણ કરવામાં આવે છે. હોલસેલ વેપારી પાસેથી જે ભાવે આવે છે તે ભાવે જ વેચાણ કરી દેવામાં આવે છે. ભીડગેટ પર સ્ટોલનું આયોજક અબ્દુલહમીદ સમા, નોફીલ થેબા, મુજાહીદ હીંગોરજા અને હાજીભાઇ મોખા તરફથી કરાયું છે ત્યારે ઉસ્તાદવાળી મસ્જીદ બહાર રફીકભાઇ સમા અને નૌશાદ સુમરા તરફથી કરાયું છે.

હોલસેલ ભાવે રીટેલમાં વેચાણથી દરરોજ નુકસાની
રોજીદા ફ્રુટનો જથ્થો હોલસેલ ભાવે વેપારી પાસેથી ખરીદી કરી સ્ટોલ પર એ જ ભાવે વેચાણ કરી દેવામાં આવે છે. જેમ કે કેળાના હોલસેલ ભાવ 20થી 25 રૂપિયા હોય છે તો સ્ટોલ પર એ જ ભાવે વેચાણ કરી દેવાય છે જેમાં દરરોજ નુકસાન જાય છે જે નુકસાની
આયોજકો ભોગવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...